Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હરિયાણામાં રાહુલ ગાંધીને પગ મૂકવા નહિં દઈએ : ગૃહમંત્રીની જાહેરાત

આવતીકાલથી કોંગ્રેસની ટ્રેકટર રેલી શરૂ : ૫મી ઓકટોબરે હરિયાણામાં પ્રવેશસે

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે બીજી ઓકટોબરે ગાંધી જયંતીના પવિત્ર પ્રસંગે ટ્વીટ કરી હતી કે આવતી કાલ શનિવાર ત્રણ ઓકટોબરથી કોંગ્રેસ પક્ષ કૃષિ કાયદા સામે વિરોધ આંદોલન શરૂ કરવાનો છે. એની પૂર્વ સંધ્યાએ રાહુલે આ ટ્વીટ કરી હતી. ગુરૂવારે હાથરસમાં કૂચ કરવાના તેમના પ્રયાસને ઉત્ત્।ર પ્રદેશની પોલીસે સફળ થવા દીધો નહોતો. ધક્કામુક્કીમાં રાહુલ ગબડી પડ્યા હતા અને તેમના અંગુઠામાં ઇજા થઇ હતી.આમ છતાં રાહુલનો આક્રમક મિજાજ ઠંડો પડ્યો નહોતો.

આવતી કાલ શનિવારથી કોંગ્રેસ ટ્રેકટર રેલી શરૂ કરવાનો છે. વિવિધ રાજયોમાં થઇને આ ટ્રેકટર રેલી પાંચમી ઓકટોબરે હરિયાણામાં પ્રવેશવાની છે.

ત્રણ દિવસમાં આ ટ્રેકટર રેલી પચાસ કિલોમીટરનું અંતર કાપવા ધારે છે. રાહુલને એવી આશા હતી કે વિવિધ કિસાન સંદ્યો પણ કોંગ્રેસના આ પગલાને સાથ સહકાર આપશે. એ વાત જુદી છે કે કિસાન સંઘોએ કોઇ પણ રાજકીય પક્ષ કે નેતાનો સપોર્ટ માગ્યો નથી. દરમિયાન, હરિયાણાના ગૃહ પ્રધાન અનિવ વીજે કહ્યું હતું કે રાહુલને પંજાબમાં જે કરવું હોય તે કરે. હરિયાણામાં અમે તેમને પ્રવેશવા નહીં દઇએ. કોંગ્રેસના પ્રવકતાએ એવો દાવો કર્યો હતો કે રાહુલ હરિયાણામાં રેલી યોજશે અને સભા સંબોધશે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે પંજાબના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરીન્દર સિંઘ, કોંગ્રેસના પંજાબના પ્રભારી હરીશ રાવત, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ વગેરે પણ આ રેલી અને સભાઓમાં સહભાગી થશે.

આ તમામ કાર્યક્રમોમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ અગમચેતીનું પાલન કરાશે એવું પણ આ પ્રવકતાએ કહ્યું હતું.

(3:15 pm IST)