Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારતમાં હર્ડ ઇમ્યુનિટી શકય છે જ નહિ : કરોડો લોકોના મોતની શકયતા

એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ડો. અશોક શેઠે કોરોના અંગેની વિસ્તૃત માહિતી આપી

દેશ અને વિશ્વમાં કોરોના સંકટનો દૌર ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ડો. અશોક શેઠે કોરોના અંગેની માહિતી આપીને કહ્યું છે કે લોકો એવું વિચારે છે કે હું તો યુવાન છું, હું કોરોનાથી સંક્રમિત થઇશ તો પણ કંઇ પણ થશે નહિ પરંતુ એ લોકોને એ સમજાતુ નથી કે તે અને તેમનો પરિવાર તેના લીધે સંકટમાં આવી શકે છે તેથી યુવાઓએ તેમના પરિવારને સુરક્ષિત કરવા માટે સાવધાની રાખવી જોઇએ. ડો. અશોક શેઠે 'હેલ્થગીરી' કાર્યક્રમમાં કહ્યું હિન્દુસ્તાનને જો હર્ડ ઇમ્યુનિટી જોઇએ તો અંદાજે ૭૦ ટકા આબાદીમાં કોરોનાનું સંક્રમણ હોવું જરૂરી છે. વેકસીનેશનનો અર્થ એ પણ છે લોકોને અમે ઇમ્યુનિટી આપીએ છીએ પરંતુ હર્ડ ઇમ્યુનિટી હેઠળ જ્યારે અમે લોકોને કોરોનાથી સંક્રમિત થવા દઇશું તો તમામ લોકોના મોત થશે. જો ૨% વસ્તી પણ કોરોનાનો શિકાર થાય છે તો ભારતમાં કરોડો લોકોના મોત થશે. સ્વીડને પણ હર્ડ ઇમ્યુનિટી મેળવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેને પણ પાછા પગલા કરવા પડયા.

(3:51 pm IST)