Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના મહામારી અને લોકડાઉનને લઇને મોટાભાગના લોકોને હજી પણ આવે છે ખરાબ સપના

હેલસિંકી યુનિવર્સિટીના સ્લીપ એન્ડ માઇન્ડ રિસર્સ ગ્રુપના એક રિસર્ચમાં શોધવામાં આવ્યું છે કે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અનેક લોકોને હજી પણ આવી રહ્યા છે ખરાબ સપના

ન્યુયોર્ક, તા.૨: એક રિસર્સમાં ચોંકવનારી જાણકારી સામે આવી છે. કોરોના વાયરસથી સંક્રમિત મોટો ભાગના લોકોને સાજા થયા પછી પણ ખરાબ સપના આવી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇંટેલીજેંસનો ઉપયોગ કરીને આ નિર્ણય પર પહોંચવામાં આવ્યું છે કે આ ખરાબ સપનાઓ અને કોરોના સંક્રમણને કોઇને કોઇ સંબંધ ચોક્કસથી છે. જો કે આ રીતના સપનાની સમસ્યા તે લોકોને લોકોમાં પણ જોવા મળી છે જે કોરોનાથી સંક્રમિત નથી પણ લાંબા સમય સુધી તેમને લોકડાઉનમાં પોતાનું જીવન પસાર કર્યું છે.

 ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ ફિનલેન્ડમાં કોવિડ ૧૯ લોકડાઉનના ૬ સપ્તાહ દરમિયાન ૪ હજારથી વધુ લોકોને ઊંધ અને તણાવના આંકડાનું વિશ્લેષણ કર્યું. જેમાં સંક્રમિત લોકો પણ જોડવામાં આવ્યા

 રિપોર્ટ મુજબ તેમાંથી લગભગ ૮૦૦ લોકો તે સમય દરમિયાન પોતાના સપના વિષે જાણકારી આપી. મોટા ભાગના લોકોને મહામારીના કારણે ચિંતા વ્યકત કરી અને તેમણે જણાવ્યું કે તેમને ડરામણા સપના પણ આવી રહ્યા છે

હેલસિંકી યુનિર્વસિટીની સ્લીપ એન્ડ માઇન્ડ રિસર્ચ ગ્રુપના પ્રમુખ ડાઙ્ખ.અનુ કૈટરીના પેસોનને જણાવ્યું કે અમે કોવિડ ૧૯ લોકડાઉન દરમિયાન વ્યકિતઓને મહામારીના કારણે આવતા સપના વિષે જાણકારી મેળવવા માંગતા હતા

ડેટાના એઆઇ એલ્ગોરિથ્મ અંગે પેસોનને જણાવ્યું કે તેનો નિષ્કર્ષમાં અમને ચરમ પરિસ્થિતિમાં કોરોના સંબંધિત કેટલાક ચિત્ર અને ચેતના લક્ષણને સમજવામાં મદદ મળી. આ સપનામાં પ્રતિબિંબિત વહેંચાયેલ કલ્પનાનો વિચાર ખૂબ જ રસપ્રદ છે

શોધકર્માની ટીમે સપનાની જાણકારીને ફિનિશથી અંગ્રેજીમાં ઉતારીને ડેટામાં એઆઇ એલ્ગોરિથ્મમાં બદલી અને તેના અધ્યયન ફ્રં ટિયર્સ પર સાઇકોલોજીમાં એક પેપર પણ પ્રકાશિત કર્યું છે.

 બુધવારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા હાલ ૩.૪૨ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ત્યાં જ મૃતકોનો આંકડો પણ ૧૦.૧૯ લાખની પાર થઇ ગયો છે. જો કે દુનિયામાં ૨.૫૪ લાખ લોકો સ્વસ્થ પણ થયા છે. અને આ વચ્ચે સંયુકત રાષ્ટ્રના વિશ્વ શ્રમ સંગઠને જણાવ્યું છે કે મહામારીના કારણે લેટિન અમેરિકામાં ઓછામાં ઓછા ૩.૪ કરોડ લોકોની નોકરીઓ જતી રહી છે.

(3:53 pm IST)