Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વોટ્સએપમાં ૩ નવા ફીચર ઉમેરાયા

ઓલ્વેઝ મ્યુટ, સ્ટોરેજ યુસેજ અને મીડીયા ગાઇડલાઇન યુઝર માટે ઉપયોગી બનશે

નવી દિલ્હી,તા. ૨: વોટ્સએપ યુઝર્સને ચેટનો અનુભવ વધુ સારો બનાવવા નવા-નવા ફિચર્સ ઉમેરતુ રહે છે. ગત અઠવાડીયે વોટ્સએપ દ્વારા ત્રણ નવા ફીચર્સ ઉમેરાયા છે. જેમાં એકસપાઇરીંગ મીડીયા, કેટલોટ શોર્ટકટ અને બિઝનેશ ચેટ માટે નવા બટનનો ઉમેરો કર્યો છે. ઉપરાંત એન્ડ્રોઇડના વર્ઝન માટે ઓલ્વેઝ મ્યુટ, નવા સ્ટોરેજ યુઆઇ અને મીડીયા ગાઇડ લાઇન્સ જેવા ફીચર આપ્યા છે.

ઓલ્વેઝ મ્યુટ ઓપ્શનમાં યુઝર્સ કોઇ ચેટ કે ગ્રુપના નોટીફેકશનને હંમેશા માટે મ્યુટ કરી શકશે. જે માટે મ્યુટના મેનુમાં ઓલ્વેઝનો વિકલ્પ અપાયો છે.

જ્યારે સ્ટોરેજ યુસેજ યુઆઇમાં વોટ્સએપ બીટાના લેટેસ્ટ વર્ઝનમાં પહેલા કરતા ડીટેલ સાથે સ્ટોરેજ યુસેઝ યુઆઇ મળશે.

જેમાં યુઝર્સ બિનજરૂરી ફાઇલ ડીલીટ કરવાનો ઓપ્શન પણ મળશે. ઉપરાંત અહીં બે લાઇન જોવા મળશે. જેમાં રીસીવ ફાઇલને જોઇ અને શોર્ટ લીસ્ટ કરી શકાશે. કન્વસેશન લીસ્ટ સાથે જમણી તરફ તેની સાઇઝ પણ જોઇ શકાશે. સર્ચ બાર દ્વારા યુઝર ચેટ પણ સર્ચ કરી શકશે.

મીડીયા ગાઇડલાઇન ફિચર ઇન્સ્ટાગ્રામના ફિચર જેવુ જ છે. જેની મદદથી યુઝર સ્ટીકર્સને અલાઇન કરવાની સાથે ઇમેજ, વિડીયો અથવા જીઆઇએફએસને એડીટ કરતી વખતે ટેકસ્ટ પણ કરી શકાશે.

(3:56 pm IST)