Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ICICI બેંક દ્વારા ફેસ્ટીવલ બોનન્ઝા ઓફરો લોંચ

 મુંબઈઃ ICICI બેંકે આજે ફેસ્ટિવલ બોનન્ઝાની જાહેરાત કરી હતી, જે અગ્રણી બ્રાન્ડ્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સમાંથી મૂળભૂતથી લઈને લકઝરી ચીજવસ્તુઓ પર હજારો ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફરો પ્રસ્તુત કરે છે. 'ફેસ્ટીવલ બોનન્ઝા'માં વિવિધ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પર રિટેલ અને બિઝનેસ ગ્રાહકોને આકર્ષિત ફાયદા પણ ઓફર થશે. એમાંથી કેટલીક ઓફર ૧ ઓકટોબરથી શરૂ થશે અને અન્ય ઓફર તહેવારની આ સિઝનમાં વિવિધ તારીખે રજૂ થશે.

ગ્રાહકો જુદી જુદી કેટેગરીઓ પર વિવિધ ઓફરનો લાભ લઈ શકે છે, જેમાં ઇલેકટ્રોનિકસ અને ગેજેટ્સ, એપેરલ્સ અને જવેલરી, હેલ્થ અને વેલનેસ, ગ્રોસરી અને ફૂડ ઓર્ડરિંગ, ઓટોમોબાઇલ અને ફર્નિચર, મનોરંજન અને ઇ-લર્નિંગ સામેલ છે. આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરતી ટોચની બ્રાન્ડમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, બિગબાસ્કેટ, ગ્રોફર્સ, ઝોમેટો, સ્વિગ્ગી, પેપરફાય અને ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (ટીબીઝેડ) સામેલ છે. તેઓ આ ઓફરનો લાભ ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન - આઇમોબાઇલનો ઉપયોગ કરીને લઈ શકે છે. તેઓ લોન્સ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ્સ, એનઆરઆઈ એકાઉન્ટ્સ, મની ટ્રાન્સફર, કન્ઝયુમર ફાઇનાન્સ અને રોકાણ જેવી લાંબી યાદીમાંથી પણ જુદી જુદી ઓફરનો લાભ લઈ શકે છે.

આ લોંચ પર ૧ ૧ં બેંકના એકિઝકયુટિવ ડાયરેકટર શ્રી અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, 'તહેવારની સિઝન શરૂ થવાની સાથે અમે અમારા ગ્રાહકોને ચાલુ વર્ષે તેમની ઉજવણીઓને વધારે વિશેષ બનાવવા વિવિધ ઓફર સંયુકતપણે રજૂ કરી છે. અમે આકર્ષક ઓફર પ્રસ્તુત કરવા વિવિધ અગ્રણી ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વિવિધ કેટેગરીઓની લોકપ્રિય બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે. આ ઓફરો ચુકવણી કરવા માટે ગ્રાહકો ICICI બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ તથા નેટ અને મોબાઇલ બેંકિંગ તથા ડિજિટલ વોલેટ પોકેટ્સ પર લાગુ છે.

(3:59 pm IST)