Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

શું ર૦ર૧ ના અંત સુધી કોરોનાનો કહેર જારી રહેશે?

આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા 'પ્લેગ' નામની મહાબિમારીએ દુનિયાભરને હલબલાવી નાખ્યું હતું : રસી શોધાયા બાદ હર્ડ ઇમ્યુનીટી સુધી પહોંચવાનું કાર્ય સરળ બનશેઃ જયાં જાહેર આરોગ્ય સેવાઓ જોરદાર છે ત્યાં આ મહામારીનો અંત વ્હેલો આવશે તેવો નિષ્ણાંતોનો મત

નવી દિલ્હી તા. ર : ૧૯ર૦માં વિશ્વ બીજા વિશ્વ યુધ્ધ અને ૧૯૧૮માં આવેલ પ્લેગ, મહામારીના કારણે આવેલ તકલીફોમાંથી સામાન્ય સ્થિતિમાં આવવાના પ્રયત્નો કરી રહ્યું હતું આજે બરાબર ૧૦૦ વર્ષ પછી પાછી એવીજ પરિસ્થિતિ કોરોનાના કારણે ઉભી થઇ છે અને લગભગ દરેક દેશ પોતાને ત્યારની પરિસ્થિતિમાં હોય તેવું જ લાગી રહ્યું છે.

કોવિદ-૧૯ મહામારીને આઠ મહીના થયા અને લગભગ ૯ લાખ મોત પછી વિશ્વભરના લોકો આનો અંત કયારે તેવુ પુછી રહ્યા છે. ત્યારે આ રિપોર્ટના લેખકો અનુસાર કોરોના મહામારીના અંત માટે બે શરતો જેના અનુસાર કોરોનાનો અંત માટે પણ અલગ અલગ ટાઇમ લાઇન હોઇ શકે.

પહેલી શરત છે હર્ડ ઇમ્યુનીટી સુધી પહોચ્યું કોવિદ-૧૯ સામે જયારે સામુદાયીક ઇમ્યુનિટીનો દર વધી જશે ત્યારે તેનો પ્રસાર રોકાશે ઘણા દેશો એવી આશા રાખી રહ્યા છે કે રસી ઉપલબ્ધ થશે એટલે હર્ડ ઇમ્યુનીટી સુધી પહોંચવાનું કામ સરળ બનશે. જયારે આ હર્ડ ઇમ્યુનીટી સુધી પહોંચી જવાશે પછી કોવિદ-૧૯ માટેરોકવામાં આવેલ આરોગ્ય નિષ્ણાંતો તેમાંથી છૂટી શકશે જો કે આ રસીઓ ફલુની રસીની જેમ વર્ષે એકવાર ફરીથી લેવાની જરૂર પડી શકે ત્યાર પછી આ વાયરસના સંક્રમણનો ભય દૂર થશે.

બીજીવાત એ છે કે કોઇપણ જાતના ભય વગર સામાજીક અને આર્થિક ગતિવિધીઓ પહેલાની જેમ મોતના ભય વગર ચાલુ કરી દેવી (દેશમાં કોરોનાનો મૃત્યુ દર દેશમાં સામાન્ય મૃત્યુ દરથી ઓછો હોય) આ પ્રક્રિયામાં વધુ જોખમવાળી વસ્તીઓમાં રસીકરણ, ઝડપી અને એકયુરેટ ટેસ્ટીંગ સુધારેલી થેરેપી અને જાહેર આરોગ્ય વિભાગને મજબુત બનાવવું જરૂરી છે આમાં હવાઇ મુસાફરી, દુકાનો ચાલુ કરાવી, ફેકટરીઓને ધમધમતી કરવી, રેસ્ટોરન્ટ અને જીમને તેમની પુરી ક્ષમતા સાથે ચાલુ કરવા વગેરે સામેલ છે. આ બધાના કારણે શરૂઆતમાં કેસ વધી શકે છે. પણ ધીમેધીમે હર્ડ ઇમ્યુનીટી વધતી જશે જયાં જાહેર આરોગ્ય, સેવાઓ જોરદાર છે. ત્યાં આના દ્વારા મહામારીના અંત પહેલા સામાન્ય સ્થિત આવી શકે.

રિપોર્ટમાં લેવાયું છે કે વિસ્તાર અનુસાર આને માટેનો સમય ગાળો અલગ અલગ હોઇ શકે છે અમેરિકા અને તેના જેવી વિકસીત અર્થે વ્યવસ્થાવાળા દેશોમાં ર૦ર૧ના ત્રીજા અથવા ચોથા ત્રિમાસીકમાં મહામારીનો એન્ડ પોઇન્ટ અવી શકે જે ત્યાં ર૦ર૧ ના પ્રથમ ત્રિમાસીકમાં સામાન્ય પરિસ્થિતિ કરી દેવામાં આવે સામાન્ય પરિસ્થિતી કરવામાં અને પ્રતિબંધો હટાવવામાં જેટલેું મોડુ થશે તેટલુ અર્થવ્યવસ્થાને વધુ નુકશાન થશે.

(4:00 pm IST)
  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST