Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ખળભળાટ મચાવે છે, કહ્યુ કે ઈસ્લામ ધર્મના કારણે આજે સમગ્ર વિશ્વ સંકટમાં છે . ઈસ્લામી કટ્ટરપંથ સાથે લડવાની પણ વાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ ઈસ્લામ ધર્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે . સમાચાર એજન્સી એએફપીને ટાંકીને અમર ઉજાલા નોંધે છે કે શ્રી મૈક્રોએ  ઈસ્લામ ધર્મને 'એક એવો ધર્મ જેના કારણે આજે સમગ્ર વિશ્વ સંકટમાં છે'ના રૂપમાં વર્ણવેલ છે . તેમણે ફ્રાન્સમાં એક ભાષણ દરમિયાન ઈસ્લામી કટ્ટરપંથ સાથે લડવાની વાત પણ કહી હતી . મૈક્રોએ આ પહેલા પણ ઈસ્લામને કટ્ટરતા અને નફરત ફેલાવવાળા ધર્મ તરીકે બતાવી ચૂકેલ છેઃ ફ્રાન્સની કુલ જન સંખ્યામાં અત્યારે ૬૦ લાખથી વધુ મુસ્લિમો છે . આ વર્ષના પ્રારંભે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોએ ફ્રાન્સમાં વિદેશી ઈમામોના આવવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો . એ સમયે પણ રાષ્ટ્રપતિ મૈક્રોએ કહ્યુ હતુ કે સરકારનો આ નિર્ણય કટ્ટરપંથ અને અલગાવવાદને રોકવા માટે કરવામાં આવ્યો છે . તેમણે સાફ સાફ કહ્યુ હતું કે ફ્રાન્સમાં જે ઈમામ મોજુદ છે તેમણે સ્થાનિક ભાષા એટલે કે ફ્રેન્ચ શીખવી જરૂરી બનશે . તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ફ્રાન્સમાં રહેવાવાળાએ કાયદાનું સખ્તાઈથી પાલન કરવુ પડશે . તેમણે વધુમાં કહેલ કે આ કારણે જ ફ્રાન્સમાં કટ્ટરપંથ અને અલગાવવાદનો ખતરો છે અમે ઈસ્લામીક કટ્ટરપંથની વિરૂદ્ધમાં છીએ.

(5:22 pm IST)