Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મધ્‍યપ્રદેશમાં આઇફા નહિ યોજવા સી.એમ. શિવરાજસિંહ બેધડક નિર્ણય

આવા તાઇફા પસંદ ન હોવાનો સી.એમ.નો સ્‍પષ્‍ટ અભિપ્રાય

ભોપાલઃ કોરોના સંકટ વચ્ચે બોલીવૂડના iifa એવોર્ડનો મુદ્દો ફરી ગરમાયો છે. CM શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કરી દીધુ કે મધ્યપ્રદેશમાં આઇફા એવોર્ડ યોજાશે નહીં. આમ કહી શિવરાજે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું સપનું તોડી નાંખ્યું. એટલું જ નહીં શિવરાજે iifaને તમાશો ગણાવી કહી દીધું કે આ બધુ મને પસંદ નથી.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સરકારના આઇફા એવોર્ડના આયોજનનો ભાજપ શરુથી વિરોધ કરી રહ્યો છે. સત્તામાં આવતા જ CM શિવરાજ સિંહે કહ્યું હતું કે,

મધ્યપ્રદેશમાં iifa વોર્ડ સમારંભની કોઇ જરુર નથી. હવે શુક્રવારે ગાંધી જયંતિના એક કાર્યક્રમમાં ફરી આ મુદ્દો ઉઠ્યો, જેમાં શિવરાજ સિંહે કહ્યું કે કોરોના સંકટનો કાળ છે. એવી સ્થિતિમાં આઇફા સમારંભ તર્કસંગત જ નથી. હું iifa જેવો પસંદ બિલકુલ કરતો નથી. રાજ્યમાં આવા તમાશાની કોઇ જરુર પણ નથી. મને ખબર પડી છે કે આશરે 4 કરોડ રુપિયા iifaના નામે ઉદ્યોગપતિઓ પાસેથી લેવામાં આવ્યા છે, જે યોગ્ય નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે iifa એવોર્ડ સમારંભ મામલે અધિકારીઓની બેઠક બોલાવી હતી. તેમાં તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે,જે પણ રકમ આ અંગે ઉદ્યોગપતિઓ પાસેથી લેવામાં આવી છે. તે હજુ સુધી વિભાગોની પાસે છે. તે પૈસા જે તે ઉદ્યોગપતિઓને પરત કરી દેવામાં આવે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સિંહના નિવેદન સામે જવાબ આપ્યો કે,

“iifa માટે કોઇની પણ પાસેથી કોઇ પૈસો લેવામાં આવ્યો નથી. આ ભ્રમક અને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વળી iifa તમાશો છે કે નહીં, તે વાતનો નિર્ણય રાજ્યની પ્રજા કરશે.

મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર દરમિયાન માર્ચમાં iifa એવોર્ડ માટે મોટું સમારંભ યોજાવવાનું હતું. પરંતુ ત્યારે રાજ્યમાં સત્તાપલટાનું નાટક ભજવાઇ ગયું. ઉપરાંત કોરોના મહામારી પણ ફેલાઇ ગઇ અને લોકડાઉન લાદી દેવાયું. પરંતુ ભાજપ સત્તામાં આવતા જ iifa કેન્સલ થવાની અટકળો શરુ થવા લાગી હતી. હવે શિવરાજે કમલનાથનું સપનું તોડવાનો મન બનાવી લીધો છે.

(9:52 pm IST)