Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કેન્‍દ્ર સરકારે ડીસ્‍પ્‍લે આયાત પર ૧૦ ટકા ડયુટી વધારતા હવે સ્‍માર્ટ ફોન ખરીદવા વધુ ખનખનીયા ચુકવવા પડશે

ઇન્‍ડિયા સેલ્‍યુલર એન્‍ડ ઇલેકટ્રોનિક એશો. એ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી: મોબાઇલ ફોનની કિંમતોમાં લગભગ 3 ટકા સુધી વધારો થઇ શકે છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ શુક્રવારે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારે ડિસ્પ્લેની આયાત પર 10 ટકા ટેક્સ લાદ્યો છે. તેનાથી સ્માર્ટ મોબાઇલ ફોન્સની કિંમતો પર અસર થશે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)ના સભ્યોમાં Apple, Huawei, Xiaomi, Vivo અને Winstron સામેલ છે.

2016માં ઉદ્યોગ જગત સાથે સર્વસન્મતિથી તબક્કાવાર નિર્માણ કાર્યક્રમ (PMP)ની જાહેરાત થઇ. પીએમપી હેઠળ ડિસ્પ્લે, એસેમ્બલી અને ટચ પેનલ પર ડ્યૂટી 1 ઓક્ટોબર 2020થી લાગૂ કરવાનો પ્રસ્તાવ હતો. પીએમપીના ઉદ્દેશ્ય ઘટકોના નિર્માણને સુવિધાજનક બનાવવું અને તે પછી આયાતને ઉત્સાહિત કરવું હતું.

ઉદ્યોગ મંડળ ICEAના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ મોહિન્દ્રૂએ એક નિવેદનમાં જણાવ્યું કે મોબાઇલ ફોનની કિંમતો પર 1.5થી 3 ટકા સુધીની અસર થશે. તેમણે આગળ જણાવ્યું કે કોવિડ-19 અને એનજીટીના કારણે ઉદ્યોગ તરત ડિસ્પ્લે એસેમ્બલીનો પ્રોડક્શન ઝડપથી વધારી શકતો નથી. અમે સબ-એસેમ્બલી અને મોબાઇલ કમ્પોનેન્ટના ઘરેલુ નિર્માણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. જોકે હવે સંપૂર્ણ ફોકસ વૈશ્વિક બજારોમાં મેક ઇન ઇન્ડિયાનો ભાગ લેવા માટે છે, માત્ર આયાત અવેજી માટે નહીં.

જ્યારે વેદાન્તા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ દ્વારા પ્રમોટેડ વોલ્કાન ઇન્વેસ્ટમેન્ટે 2016માં દેશના પ્રથમ એલસીડી મેન્યૂફેક્ચરિંગ યૂનિટ નાંખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્વિનસ્ટાર ડિસ્પ્લે ટેક્નોલોજીના નામ પર લગભગ 68,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશના પ્રથમ એલસીડી નિર્માણ યૂનિટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે આ પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી નહતી અને આ યોજના પણ ચાલુ ના થઇ શકી. મોહિન્દ્રૂએ જણાવ્યું કે ICEA ટૂંક સમયમાં જ ડિસ્પ્લે ઇકોસિસ્ટમ પર એક રિપોર્ટ લઇને આવશે જે એસેમ્બલી નહીં પણ સંપૂર્ણ ડિસ્પ્લે ફૈબ્સ પર ફોકસ કરશે.

(9:52 pm IST)