Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂર ફ્રોડના શિકાર : લાખોનો ચૂનો લાગ્યો : પોલીસ ફરિયાદ

કેવાઈસીની ડીટેલ્સ લેવાના બહાને તેમના ખાતામાંથી લાખો રુપિયા ઉપાડી લીધા

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂર ફ્રોડના શિકાર બન્યા છે.તેમને લાખોનો ચૂનો લાગ્યો છે. તેમણે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

   અભિનેતા અન્નુ કપૂર ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના બેન્ક ખાતામાંથી લગભગ 4 લાખ 36 હજાર ઠગ દ્વારા નિકાળી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, એક ઠગ એ પ્રાઈવેટ બેન્કના અધિકારી બનીને અન્નુ કપૂરને કોલ કર્યો હતો. ત્યારબાદ કેવાઈસીની ડીટેલ્સ લેવાના બહાને તેમના ખાતામાંથી લાખો રુપિયા ઉપાડી લીધા. અન્નુ કપૂરની મોટી ભૂલ એ હતી કે તેમણે તે ઠગ સાથે પોતાના ખાતાનો OTP શેયર કર્યો હતો. જેવા કારણે તે ઠગ આ કામ કરવામાં સફળ રહ્યો.

  આ વાતની ખબર પડતા જ અભિનેતા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમય બરબાદ કર્યા વગર આ મામલે કાર્યવાહી શરુ કરી હતી. તેમણે લગભગ 3 લાખ 8 હજાર રુપિયા પાછા પણ મેળવી લીધા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઠગે અન્નુ કપૂરના પૈસા 2 અલગ અલગ એકાઉન્ટમાં મોકલી દીધા હતા. અભિનેતા એ તરત બેન્કમાં ફોન કરીને આ ફ્રોડ અંગે માહિતી આપી દીધી હતી.

(1:06 am IST)