Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

‘આર્યન અને હું જેલમાં મિત્ર હતા’ : ટીવી પર ઇન્ટરવ્યૂ આપતા વોન્ટેડ ચોરને પોલીસે ઓળખી લીધો હતો અને ફરી પકડી ગઈ

શ્રવણ ઇન્ટરવ્યૂ આપવામાં વ્યસ્ત હતો. જુહૂ પોલીસ તેને ઘરમાં ઘુસીને ચોરી કરવાના કેસમાં 8 મહિનાથી શોધી રહી હતી,

મુંબઇ: આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન પર છોડવામાં આવ્યો છે. આ વચ્ચે એક એવો વ્યક્તિ સામે આવ્યો છે જેનું કહેવુ છે કે આર્યન ખાન સાથે તે જેલમાં હતો. આ કેદીનું નામ શ્રવણ નાદર છે અને તેનું કહેવુ છે કે તે તેની બેરેકમાં હતો જેમાં શાહરૂખ ખાનનો પુત્ર બંધ હતો. શ્રવણે આર્યન ખાનને છોડવામાં આવ્યા બાદ મીડિયા અને ટીવી ચેનલ્સને કેટલાક ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

શ્રવણે એમ પણ કહ્યુ કે તેને આર્યન ખાનને રડતા અને જેલમાં વાળ કપાવતા જોયો છે. શ્રવણે મીડિયાને એમ પણ જણાવ્યુ કે આર્યને તેને પોતાના પિતા શાહરૂખ ખાનને મળવા અને જેલમાં પૈસા મોકલવા કહ્યુ છે. શ્રવણે કહ્યુ કે તે મન્નત ગયો પરંતુ તેને સુરક્ષાકર્મીઓએ અંદર ઘુસવા દીધો નહતો.

શ્રવણનું કહેવુ છે કે તેને અને આર્યન ખાનને લગભગ એક સાથે જ જેલ થઇ હતી. શ્રવણ આર્થર રોડ જેલમાં કેદ હતો અને તેને લાગી રહ્યુ હતુ કે આર્યન ખાનને છોડવામાં આવશે પરંતુ એવુ થયુ નહતુ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રવણ નાદરને જામીન મળી ગયા હતા પરંતુ તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. શ્રવણ ઇન્ટરવ્યૂ આપવામાં વ્યસ્ત હતો. જુહૂ પોલીસ તેને ઘરમાં ઘુસીને ચોરી કરવાના કેસમાં 8 મહિનાથી શોધી રહી હતી, પોલીસે ટીવી પર જોઇને તેને ઓળખી લીધો હતો અને ફરી ધરપકડ કરી હતી

સીનિયર પોલીસ ઇંસ્પેક્ટર શશિકાંતે કહ્યુ, ‘શ્રવણ નાદર વિરૂદ્ધ ચોરી અને ઘરમાં બળજબરી ઘુસવાના 13 કેસ દાખલ છે. અમે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 1 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને શનિવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે અને તેને શહેર છોડીને જવાની પરવાનગી નથી

(12:00 am IST)