Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ટીમ ઇન્ડિયાના કારમાં પરાજય બાદ કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને ભારતીય ચાહકોને સંદેશ આપ્યો

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને લોકોને ટીમને સમર્થન આપવાની માગ કરી: ટ્વીટમાં લખ્યું છે કે, સ્પોર્ટ્સમાં વિજેતા અને હારનાર હોય છે. રમતગમતના લોકો રોબોટ નથી અને તેમને દરેક સમયે સમર્થનની જરૂર છે.

મુંબઈ : ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડન સામે કારમાં પરાજય બાદ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને લોકોને ટીમને સમર્થન આપવાની માગ કરી છે. પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને ભારતીય ચાહકોને સંદેશ આપ્યો છે.

પીટરસને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સ્પોર્ટ્સમાં વિજેતા અને હારનાર હોય છે. કોઈ ખેલાડી હારવા માટે બહાર નથી નીકળતો. તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. મહેરબાની કરીને સમજો કે રમતગમતના લોકો રોબોટ નથી અને તેમને દરેક સમયે સમર્થનની જરૂર છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના બોલરોએ પોતાના કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને ભારતને મોટો સ્કોર ન થવા દીધો. ભારતનો મજબૂત બેટિંગ ઓર્ડર સાત વિકેટે 110 રન જ બનાવી શક્યો હતો. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અણનમ 26 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 18, રોહિત શર્માએ 14 અને રિષભ પંતે 12 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. ઈશ સોઢીએ બે સફળતા મેળવી. ટિમ સાઉથી અને એડમ મિલ્નેએ એક-એક વિકેટ લીધી હતી. આ પછી ભારતીય ટીમના બોલરો નાના સ્કોર બચાવી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડાર્લી મિશેલે 49 રનની ઇનિંગ રમી હતી. માર્ટિન ગુપ્ટિલે 20 રન બનાવ્યા હતા. કેપ્ટન વિલિયમસન 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. ડેવોન કોનવે પણ બે રન બનાવ્યા બાદ તેની સાથે અણનમ રહ્યો હતો

(12:00 am IST)