Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શાહરૃખખાનના જન્મદિવસ પહેલા ઝગમગ્યું 'મન્નત' રોશનીથી શણગારાયું : ગિફ્ટ-કેક પહોંચવા લાગી

મુંબઈ ; શાહરૂખ ખાન મંગળવારે તેમનો 56મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. કિંગ ખાનના જન્મદિવસ પહેલા જ ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેમના ઘર મન્નતને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા જ તેમના ઘરે ગિફ્ટ્સ આવવા લાગી છે. શાહરૂખના ઘરે ગિફ્ટ્સ, કેક, ફૂલ આવવા લાગ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ચાહકો તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

(12:00 am IST)