Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ટી-20 વર્લ્ડકપ: શ્રીલંકા સામે ઇંગ્લેન્ડનો 26 રને વિજય :સતત ચોથી જીત સાથે સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની

ઇંગ્લેન્ડના 163 રનના જવાબમાં શ્રીલંકા 19ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ : બટલરે છેલ્લા બોલ પર સદી પૂરી કરી: 67 બોલમાં 6 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 101 રન બનાવીને અણનમ રહ્યો

મુંબઈ : ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપમાં સતત ચોથr મેચમાં જીત હાંસલ કરી છે. હવે ટીમના 8 અંક સાથે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપમાં સતત ચોથr મેચમાં જીત હાંસલ કરી છે. હવે ટીમના 8 અંક સાથે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. શ્રીલંકાને 4 મેચોમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકન ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ચોથે નંબર પર છે.

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે શારજાહમાં ટી20 વર્લ્‍ડ કપ 2021 કે સુપર 12 રાઉંડની મેચ રમાઈ રહી છે. જોસ બટલર (101*) સાથે પહેલા 20 ઇન્ટરનેશનલ સદીની મદદથી ઇંગ્લેન્ડે સોમવારે શ્રીલંકા સામે 164 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા. બટલર સાથે મોઇન અલી 1 રણ બનાવીને અણનમ રહ્યો હતો.

પ્રથમ બેટિંગ માટે આમંત્રિત ઇંગ્લેન્ડને બીજી ઓવરમાં વનિન્દુ હસરંગાએ મોટો ઝટકો આપ્યો હતો. તેણે જેસન રોય (9)ને બોલ્ડ કર્યો. આ પછી ચમીરાએ છઠ્ઠી ઓવરમાં ડેવિડ મલાન (6)ને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. જોની બેયરસ્ટોને હસરંગાએ ખાતું પણ ખોલવા દીધું ન હતું અને એલબીડબ્લ્યુ આઉટ કરીને ઈંગ્લેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું હતું.

અહીંથી જોસ બટલર અને ઇયોન મોર્ગન (40) ને ઇંગ્‍લેન્ડની ઈનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી. બંને બેટ્સમેનોએ ક્રીઝ પર ઘણો સમય વિતાવ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાના બોલરોનું આક્રમણ શરૂ થયું. બટલરે પોતાની ફિફ્ટી પૂરી કરી. જ્યારે મોર્ગનને હસરંગાએ બોલ્ડ કરીને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. બટલરે છેલ્લા બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તે 67 બોલમાં 6 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી વનિન્દુ હસરંગાએ ત્રણ વિકેટ ઝડપી હતી. દુષ્મંથા ચમીરાને સફળતા મળી.

આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સોમવારે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ બંનેએ આ મેચ માટે પોતાના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નહોતો.

(11:52 pm IST)