Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કોરોનાના કારણે ૨૧ મહિનાથી ચીનની બહાર નથી ગયા શી જીનપીંગ

જી-૨૦ સંમેલનમાં પણ ઓનલાઇન ભાગ લીધો

બેજીંગ તા. ૧ : જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા વિશ્વના નેતાઓ રોમમાં ભેગા થયા, પણ ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગે પોતાના દેશમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સંમેલનમાં ઓનલાઇન ભાગ લીધો. તેઓ છેલ્લા ૨૧ મહિનાથી ચીનની બહાર નથી ગયા. તેમણે છેલ્લે જાન્યુઆરી ૨૦૨૦માં દેશની બહાર પગલુ મુક્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર જીનપીંગ આગામી અઠવાડિયામાં સંયુકત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (સીઓપી ૨૬)ને પણ વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
અમેરિકાનો વિકલ્પ બનવાની મહત્વાકાંક્ષા રાખનારા ચીનને આંતરરાષ્ટ્રીય મંચો પર જીનપીંગની ગેરહાજરીના કારણે મોટો ઝટકો લાગ્યો છે. બીજા દેશો સાથે તેના સંબંધો નબળા પડવા લાગ્યા છે. ઉંલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૨૪.૬૩ કરોડ થઇ ગયો છે. જ્યારે મૃતકોનો આંકડો ૫૦ લાખની આસપાસ છે. કોરોના રસીના ૬.૯૪ અબજ ડોઝ અપાઇ ચૂક્યા છે.
ચીને કોરોના વાયરસની ઉંત્પત્તિ સંબંધી અમેરિકન ખુફીયા રિપોર્ટને અવૈજ્ઞાનિક ગણાવીને ફરી એકવાર અમેરિકા પર તપાસને રાજકીય રીતે અસર કરવાનો આક્ષેપ મુકયો છે. ઉંલ્લેખનિય છે કે મે માં અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને ગુપ્તચર એજન્સીઓને કોરોનાની ઉંત્પતિ બાબતે ભાળ મેળવીને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવા કહ્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ ગત દિવસોમાં આ રિપોર્ટ સોંપી દીધો છે.

 

(12:00 am IST)