Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ફિઝિકલ સુનાવણી શરૂ નહીં કરાતા કેરાલા હાઇકોર્ટ એડવોકેટ એશોશિએશનના દેખાવો : સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વકીલો જોડાયા : ચીફ જસ્ટિસને આવેદનપત્ર આપ્યું

કેરળ : 1 નવેમ્બરથી ફિઝિકલ સુનાવણી શરૂ કરવા કરેલી માગણીનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળતા કેરાલા હાઇકોર્ટ એડવોકેટ એશોશિએશનએ આજરોજ દેખાવો કર્યા હતા.તથા લોકડાઉન પહેલાની પરિસ્થિતિ મુજબ કોર્ટ કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી હતી.

દેખાવોમાં મોટી સંખ્યામાં હાઇકોર્ટના વકીલો જોડાયા હતા તથા ' યુનાઇટ એન્ડ ફાઇટ અગેઈન્સ્ટ માઉન્ટીંગ ઈંજસ્ટિસ સૂત્રોચ્ચાર કર્યા હતા.તથા કોર્ટ કાર્યવાહી ફરીથી ફિઝિકલ સ્વરૂપે શરૂ કરવા માંગણી કરી હતી.તથા ચીફ જસ્ટિસને પત્ર લખી આવેદન પાઠવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)