Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સમીર વાનખેડે રાજકીય તોફાનમાં ફસાયા છે : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરૂણ હલદર

સમીર વાનખેડેની મુશ્કેલીના વધારા વચ્ચે રાહતના સમાચાર : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરૂણ હલદરે સમીર વાનખેડેના ઘરે જઈ જાતિ અંગેના પુરાવા તપાસ્યા

મુંબઈ, તા. : ક્રૂઝ ડ્રગ્સ મામલે તપાસ અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલી ઓછી થતી જોવા મળી રહી નથી. એનસીબીની વિજિલન્સ ટીમ અહીં સમીર વાનખેડેની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં લાગેલી છે. ત્યાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક તેમના ધર્મ અને જાતિ પર પ્રશ્ન ઉઠાવીને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સૌની વચ્ચે વાનખેડેને થોડી રાહત ત્યારે મળી જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદર અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તેમનુ સમર્થન કર્યુ.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરૂણ હલદરે કહ્યુ કે સમીર વાનખેડેએ જે કામ કર્યુ છે તે એનસીબી માટે ગર્વની વાત છે. વાનખેડેએ હંમેશા ઈમાનદારીથી કામ કરવાનો પ્રયત્ન કર્યો જેના કારણે તેઓ રાજકીય તોફાનમાં ફસાઈ ગયા. તેમણે કહ્યુ કે વાનખેડે પર વ્યક્તિગત આરોપ લગાવવો ખોટો છે.

અરુણ હલદર રવિવારે સમીર વાનખેડેના ઘરે પહોંચ્યા હતા અને જાતિ સાથે સંબંધિત પ્રમાણ પત્રની તપાસ કર્યા બાદ કહ્યુ કે તેમણે જે પેપર બતાવ્યા તેમને જોયા બાદ એવુ પ્રતીત થાય છે કે તેઓ અનુસૂચિત જાતિના મહાર સમાજ સાતે સંબધ રાખે છે. તેમણે જણાવ્યુ કે સમીરની માતા મુસ્લિમ હતા અને તેમનુ અવસાન થઈ ચૂક્યુ છે અને તેમના પહેલા લગ્ન મુસ્લિમ મહિલા સાથે થઈ હતી જેનુ પંજીકરણ સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ થયો હતો. અરૂણ હલદરે કહ્યુ કે તે વિવાદ આંતરધાર્મિક વિવાહમાં માન્ય છે. વાનખેડે પરિવાર સાથે મુલાકાત બાદ આઠવલેએ કહ્યુ કે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર જાણીજોઈને હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમના વ્યક્તિગત જીવનમાં જઈને ફોટો વાયરલ કરવામાં આવી રહ્યા છે, રિપબ્લિકન પાર્ટી તરફથી હુ નવાબ મલિકને જણાવવા ઈચ્છુ છુ કે આપને સમીર વાનખેડે અને તેમના પરિવારને બદનામ કરવાના ષડયંત્રને રોકવુ જોઈએ. તેમણે કહ્યુ કે રિપબ્લિકન પાર્ટી સમગ્ર તાકાતથી સમીર વાનખેડેની પાછળ રહેશે. સમીર વાનખેડે દલિત સમાજના છે અને તેમને અનામત લેવાનો અધિકાર છે. તેઓ અનામતના માધ્યમથી ૈંઇજી બન્યા છે. નવાબ મલિકના આરોપમાં બિલ્કુલ તથ્ય નથી. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે રવિવારે કહ્યુ કે હુ મારી વાત પર હજુ પણ અડગ છુ કે તેઓ એસસી સર્ટિફિકેટમાં બનાવટી કરીને તે પદ પર બેઠા છે, તેમણે એક ગરીબ એસસીના અધિકાર છીનવ્યા છે. તેમણે કહ્યુ કે વાત પણ બિલ્કુલ સાચી છે કે સમીર વાનખેડેએ ધર્મ પરિવર્તન કર્યુ નથી કેમ કે તેઓ જન્મથી મુસલમાન છે, તેમના પિતાએ ધર્મ પરિવર્તન કર્યુ હતુ.

(12:00 am IST)