Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જામીન મેળવવા એ હાઈસ્કૂલમાં પાસ થવા કરતા અઘરી બાબત

આર્યનને જામીન માટે પડેલી મુશ્કેલી પર ટ્વિન્કલનો કટાક્ષ : અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ તેના લેખમાં આર્યન ખાનને ત્રણ સપ્તાહ બાદ જામીન મળવા પર જોરદાર પ્રહાર કયા

મુંબઈ, તા. : બોલિવુડ એક્ટ્રેસ અને રાઈટર ટ્વિન્કલ ખન્ના પોતાના લખાણ દ્વારા હળવી શૈલીમાં જ્વલંત મુદ્દાઓ પર કટાક્ષ કરે છે. કટાર લેખક ટ્વિન્કલ ખન્નાએ વખતે છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહેલા વિવિધ મુદ્દાઓ પર હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી છે. મુદ્દાઓમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મેળવવમાં થયેલી મુશ્કેલીને પણ આવરી લેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને લગભગ ત્રણ અઠવાડિયાની મહેનત બાદ જામીન પર મુક્ત કરાવાઈ શકાયો હતો.

ટ્વિન્કલ ખન્નાએ પોતાની કોલમમાં જાણીતા પિતાઓના દીકરાઓના સમાચાર અંગે કોઈનું પણ નામ લીધા વિના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. ટ્વિન્કલ ખન્નાએ સુપરમેન ક્લાર્ક કેન્ટ અને તેના દીકરા જોન કેન્ટ (નવો સુપરમેન)ને આગામી કોમિકમાં બાયસેક્સ્યુઅલ દર્શાવાઓ હોવાની વાત લખી હતી. ઉપરાંત તેણે આગળ લખ્યું કે, તેના કઝિને તેને સીબીડી ઓઈલની દુકાન શરૂ કરવાની સલાહ આપી હતી તેમ પણ કહ્યું અને દ્વારા તેણે આડકતરી રીતે આર્યનના કેસનો ઉલ્લેખ કર્યો હતો.

ટ્વિન્કલે પોતાની કોલમમાં લખ્યું, થોભ, વાતને મજાકમાં પણ ના કહીશ. હું તો બ્લાસ્ટ, હાઈ, ડાયટ કોક અથવા તો વાનખેડે સ્ટેડિયમ જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરું, શું ખબર તેઓ મારો ફોન જપ્ત કરીને અને મારી વોટ્સએપ ચેટમાંથી શું શોધી કાઢે. અને તે જોયું હશે તેમ આજકાલ તો જામીન મેળવવામાં હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થવા કરતાં પણ વધુ સમય લાગે છે. એટલે દુઃખ સાથે હું તારા ભાગીદારીના કામને નકારું છું અને વધુ ચર્ચા કરવા માગતી નથી.

જણાવી દઈએ કે, ટ્વિન્કલ ખન્નાએ પહેલાની કોલમમાં પણ આર્યન ખાન અને તેની ધરપકડ વિશે વાત કરી હતી. તેણે લખ્યું હતું, તેનો ફ્રેન્ડ દેખીતી રીતે ગ્રામ ચરસ લઈને આવ્યો હતો જ્યારે આર્યન ખાન પાસેથી કશું મળ્યું નહોતું. તેમ છતાં યુવાન છોકરો છેલ્લા બે અઠવાડિયાથી આર્થર રોડ જેલમાં બંધ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૮ ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા હતા. દસ્તાવેજી પ્રક્રિયા પૂરી થયા બાદ ૩૦ ઓક્ટોબરે આર્યન આર્થર રોડ જેલમાંથી છૂટીને પોતાના ઘરે પહોંચ્યો હતો.

(9:35 am IST)