Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મહારાષ્ટ્રમાં દેશમુખ પછી હવે પવાર પર વાર

અજીત પવારની ૧૦૦૦ કરોડની મિલ્કતો જપ્ત

આયકર ખાતાએ લીધુ આકરૂ પગલુઃ લાંબા સમયથી અજીત પવાર હતા નિશાના ઉપર

મુંબઇ, તા.૨: લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મંગળવારે આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવામાં આવી છે. સવારે જ આવકવેરા વિભાગ દ્વારા આ મિલકતોને જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પવારની મિલકતો, જે આવકવેરા વિભાગ દ્વારા અટેચ કરવામાં આવી છે, તેની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર હતા. ૭ ઓકટોબરના રોજ વિભાગ દ્વારા તેમના ૭૦ થી વધુ અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ ૧૮૪ કરોડ રૂપિયાની સંપત્ત્િ।નો ખુલાસો થયો હતો, આ સંપત્ત્િ।નો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્ત્િ। જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આવકવેરા વિભાગે અજિત પવારની પાંચ મિલકતો ટાંચમાં લીધી છે. માહિતી અનુસાર, તેમની જરાંદેશ્વર સુગર ફેકટરી, દક્ષિણ દિલ્હીમાં ફ્લેટ, પાર્થ પવારના નિર્મલ ટાવર, ગોવામાં બનેલા રિસોર્ટ, મહારાષ્ટ્રમાં ૨૭ જમીન પર આવકવેરાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મિલકતોની કિંમત ૧૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

(3:07 pm IST)