Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સરકારે પેન્ડોરા પેપર્સ લીક પર તપાસ શરૂ કરી : ઈન્કમટેક્સ વિભાગે બ્લેક મની એક્ટ હેઠળ સ્ટર્લિંગ બાયોટેક સામે કેસ દાખલ કર્યો

IT વિભાગને સાંડેસરા બ્રધર્સ દ્વારા ભારતમાંથી નાણાં મોકલવા માટે સ્થાપવામાં આવેલી 95 ઑફશોર કંપનીઓ અને વિવિધ દેશોમાં 50 થી વધુ બેંક ખાતાઓ મળ્યા

class="copyable-text" data-pre-plain-text="[10:03 AM, 11/2/2021] Nimish bhai: ">
નવી દિલ્હી : સરકારે પેન્ડોરા પેપર્સ લીક પર તપાસ શરૂ કરી છે. આ મામલે ઈન્કમટેક્સ વિભાગે બ્લેક મની એક્ટ હેઠળ સ્ટર્લિંગ બાયોટેક સામે કેસ દાખલ કર્યો છે. IT વિભાગને સાંડેસરા બ્રધર્સ દ્વારા ભારતમાંથી નાણાં મોકલવા માટે સ્થાપવામાં આવેલી 95 ઑફશોર કંપનીઓ મળી હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે IT સૂત્રોએ વધુમાં જણાવ્યુ છે કે, તેમને અમેરિકા, પનામા, બ્રિટિશ વર્જિન ટાપુઓ, બાર્બાડોસ, UK, UAE, નાઈજીરિયા અને સેશેલ્સમાં 50+ અઘોષિત વિદેશી બેંક ખાતાઓ અને સ્ટર્લિંગ ગ્રુપ - સાંડેસરા બ્રધર્સની અનેક સંપતિઓ પણ મળી આવ્યાં છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.
(10:17 am IST)