Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ધનતેરસનાં દિવસે પણ વધ્યા પેટ્રોલનાં ભાવ

જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

નવી દિલ્હી, તા.૨: આજે ધનતેરસનાં દિવસે પણ ઈંધણનાં વધતા ભાવથી રાહત મળી નથી. આજે એટલે કે ૨ નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે સવારે જાહેર કરાયેલા રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઓકટોબરમાં, ૩૧ દિવસમાં ૨૪ દિવસ આ બન્નેનાં ભાવ વધ્યા હતા અને તે દરમિયાન પેટ્રોલ ૭.૭૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું હતું.

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થઇ રહેલો વધારો હવે સામાન્ય નાગરિકનાં જીવનને વધુ સંદ્યર્ષમય બનાવી રહ્યો છે. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. આજે રાજધાની  દિલ્હીમાં પેટ્રોલ ૧૧૦.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૮.૪૨ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે, જયારે મુંબઈમાં પેટ્રોલ ૧૧૫.૮૫ રૂપિયા અને ડીઝલ ૧૦૬.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે, ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૬.૬૬ રૂપિયા અને ડીઝલ ૧૦૨.૫૯ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ ૧૧૦.૪૯ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૫૬ રૂપિયા પ્રતિ લીટર છે. આઙ્ખકટોબરમાં, પેટ્રોલ ૭.૭૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થયું હતું. મંગળવાર સહિત ૨૬ દિવસમાં પેટ્રોલ ૮.૨૦ રૂપિયા અને ડીઝલ ૮.૬૫ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યુ થયું છે. દેશમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તફાવત સમાપ્ત થવાનાં આરે છે. ભારતમાં ડીઝલનું વેચાણ ઓકટોબરમાં કોવિડ પહેલાનાં સ્તરને વટાવી ગયું હતું. મહામારી શરૂ થઇ ત્યારથી આ માત્ર બીજી વખત છે. તહેવારોની સીઝન પહેલા ઔદ્યોગિક ગતિવિધિઓમાં તેજી સાથે બળતણની માંગમાં વધારો થવાને કારણે આ થયુ છે. વેચાણનાં પ્રારંભિક ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની કંપનીઓનું ડીઝલનું વેચાણ ઓકટોબરમાં ૫.૮૬ મિલિયન ટન થયું હતું, જે ૨૦૧૯નાં સમાન મહિનાની સરખામણીમાં ૧.૩ ટકા વધુ હતું.

(10:40 am IST)