Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભારત આવશે બ્રિટીશ પીએમ બોરિસ જોનસન

નરેન્દ્ર મોદીએ જોનસનને COP26ના સફળ આયોજનના અભિનંદન આપ્યા

નવી દિલ્હી તા. ૨ : પીએમ નરેન્દ્ર મોદીએ કોન્ફ્રન્સ ઓફ પાર્ટીઝના ૨૬માં સત્રમાં બ્રિટનની સાથે મળીને વિભિન્ન વિસ્તારોમાં કામ કરવા માટે સંયુકત પહેલો વાળી ભારતની પ્રતિબદ્ઘતા વાગોળી છે. સાથે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેને તેમણે સ્વીકારી લીધું છે. જોનસનનું કહેવું છે કે જેવી પરિસ્થિતિ સારી થાય છે તે ભારત આવશે. વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ મંગળવારે આ વાત કરી. વિદેશ સચિવે કહ્યું કે પીએમ મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોનસને ૨૦૩૦ માટે પ્રાથમિક સેકટરો વ્યાપાર, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિકયોરિટી અને બન્ને દેશોની જનતાના એક બીજા સાથેના જોડાણને લઈને તૈયાર રોડમેપની સમીક્ષા કરી છે.

પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ સંયુકત પહેલો સહિત વિભિન્ન વિસ્તારમાં બ્રિટનની સાથે મળીને કામની પ્રતિબદ્ઘતાને વાગોળી છે. બન્ને પ્રમુખોએ ૨૦૩૦ માટે વ્યાપાર, સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિકયોરિટી જેવી પ્રાથમિકતા વાળા વિસ્તારને લઈને રોડમેપની સમીક્ષા કરી. પોતાની બ્રિફીંગમાં વિદેશ સચિવે કહ્યું, પ્રધાનમંત્રી મોદી કલાઈમેટ ફાઈનાન્શ ટેકનોલોજી, ઈનોવેશન અને ગ્રીન હાઈડ્રોજન રિનીવેબલ ટેકનોલોજીના એડેપ્ટેશન માટે પ્રતિબદ્ઘ છે.

દ્વિપક્ષીય વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ જોનસનને COP26ના સફળ આયોજનના અભિનંદન આપ્યા. સાથએ જળવાયુ પરિવર્તન પર વૈશ્વિક કાર્યવાહી માટે પણ તેમને બિરદાવ્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ બ્રિટિશ પીએમને ભારત આવવાનો આગ્રહ કર્યો. બન્ને દેશોની વચ્ચે અફઘાનિસ્તાન, આતંકવાદ, હિંદ પ્રશાંત ઉપરાંત કોવિડ મહામારી બાદ ઈકોનોમિક રિકવરી પર ચર્ચા થઈ.

(10:50 am IST)