Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૩ લોકસભા સીટ : મધ્યપ્રદેશમાં બીજેપી, હિમાચલમાં કોંગ્રેસ અને દાદરાનગર હવેલીમાં શિવસેના આગળ

પેટાચૂંટણીના પ્રારંભિક પરિણામો જાહેર : ૨૯માંથી ૧૬ સીટો પર બીજેપી આગળ : ૨૯ વિધાનસભા સીટમાં બંગાળમાં ટીએમસી અને રાજસ્થાનમાં કોંગ્રેસ જીત તરફ : બિહારમાં કાંટે કી ટક્કર

નવી દિલ્હી તા. ૨ : આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આજે એક મોટો દિવસ છે. દેશની ૩ લોકસભા અને ૨૯ વિધાનસભા બેઠકો માટે ૩૦ ઓકટોબરે મતદાન થયું હતું. આજે પ્રારંભિકઙ્ગઙ્ગપેટાચૂંટણીના પરિણામો મુજબ નજર કરીએ તોઙ્ગ ૩ લોકસભા સીટમાં મધ્યપ્રદેશમાં બીજેપી, હિમાચલમાં કોંગ્રેસ અને દાદરા નગર હવેલીમાં શિવસેના આગળ છે.તેમજ ૨૯ વિધાનસભા સીટમાંઙ્ગબંગાળમાં ટીએમસી,રાજસ્થાનમાં કોંગ્રેસનોઙ્ગઘોડો વિનમાં છે. તેમજ બિહારમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આસામમાં ૫ માંથી ૨ સીટો પર બીજેપી આગળ છે.

બિહારના કુશેશ્વરસ્થાનમાં બીજા રાઉન્ડમાં રાજદ ૫૧૦ મતથી આગળ જ્યારે તારાપુરમાં પ્રથમ રાઉન્ડમાં જેડીયુ આગળ ચાલી રહી છે. મેઘાલયમાં શરૂઆતના પરિણામોમાં એનપીપી, યુડીપી આગળ છે.

કોંગ્રેસે ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં લીડ મેળવી છે. કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ ફરી એકવાર અહીં મંડી સંસદીય સીટ પર બીજેપીના બ્રિગેડિયર કુશલ ચંદ ઠાકુરથી આગળ છે. મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં ભાજપ ચારેય સીટો પર આગળ ચાલી રહી છે. ખંડવા લોકસભા બેઠક ભાજપના ખાતામાં જતી જણાય છે.

હિમાચલની મંડીમાં ભાજપ ૩૦૧ વોટથી આગળ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી ભાજપને ૮૫૪૪૨ વોટ મળ્યા છે જયારે કોંગ્રેસને ૮૫૧૪૧ વોટ મળ્યા છે. NOTAમાં ૩,૨૭૭ મત પડ્યા છે. બિહારના કુશેશ્વરસ્થાનમાં આરજેડી ૫૧૦ વોટથી આગળ છે, તારાપુરમાં જેડીયુ આગળ છે, બિહારના કુશેશ્વરસ્થાનમાં પણ બીજા રાઉન્ડમાં આરજેડી ૫૧૦ વોટથી આગળ છે. જયારે જેડીયુ તારાપુરમાં પ્રથમ રાઉન્ડમાં આગળ છે.

મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી સંસદીય બેઠક પર ભાજપ આગળ છે. બીજી તરફ દાદરા અને નગર હવેલી સંસદીય સીટ પર શિવસેના આગળ ચાલી રહી છે.કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ હિમાચલની મંડી સંસદીય સીટ પર ભાજપના બ્રિગેડિયર કુશલ ચંદ ઠાકુરથી આગળ છે.

(1:05 pm IST)