Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પહેલા નંબરે આવેલ ત્રણે વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્કસ

એનઇઇટીના પરિણામો જાહેર

નવી દિલ્હીઃ તેલંગાણાના મૃણાલ કુટ્ટેરી, દિલ્હીના તન્મય ગુપ્તા અને મહારાષ્ટ્રના કાર્તિક નાયરને નીટની પરિક્ષામાં ૭૨૦માંથી ૭૨૦ માર્ક એટલે કે ૧૦૦ ટકા માર્ક મળતા ત્રણેને જોઇન્ટલી પહેલો નંબર મળ્યો છે.

કુલ ૮.૭ લાખ ઉમેદવારો જે મેડીકલ અને ડેન્ટલના એડમીશન માટે આ વર્ષે પાસ થયા છે તેમાં તેઓ પહેલા નંબરે રહ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં લેવાયેલ પરીક્ષામાં ૧૫.૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે ગયા વર્ષના ૧૩.૬ લાખ કરતા ઘણા વધારે છે.

(1:07 pm IST)