Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

એલન મસ્કની કંપની સ્ટાર લીંકે ભારતમાં કરાવ્યું રજીસ્ટ્રેશન

ગ્રામ્ય વિસ્તારોને મળશે હાઇસ્પડ ઇન્ટરનેટ સેવા

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીર બીઝનેસમેન એલન મસ્કની રોકેટ કંપની સ્પેસએકસની સહયોગી સ્ટાર લીંકે ભારતમાં રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ કંપની સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. તેનો ઉદેશ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ ક્ષેત્રમાં તેનો સીધો મુકાબલો ભારતી એરટેલ અને બ્રીટીશ સરકારના સંયુકત સાહસવાળી કંપની વનવેબ ઉપરાંત એમેઝોન ઇક સાથે રહેશે. સરકારને સબમીટ કરાયેલ દસ્તાવેજ અનુસાર, ભારતમાં સ્ટારલીંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લીમીટેડ નામની આ કંપની બ્રોડબેન્ડ અને અન્ય સેટેલાઇટ આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેના લાયસન્સ બાબતે અરજી કરશે.

(1:08 pm IST)