Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અંબાણીના જીઓને ટક્કર આપવા તૈયાર મસ્કની કંપની સ્પેસએકસઃ ભારતના બ્રોડબેન્ડમાં તહેલકો મચશે

૨ લાખ એકિટવ ટર્મિનલ્સની સાથે ડિસેમ્બર ૨૦૨૨થી ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજનાઃસરકારી પરવાનગીની રાહ

નવી દિલ્હી,તા.૨: દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્કની કંપની સ્પેસએકસ ભારતના બ્રોડબેન્ડમાં તહેલકો મચાવવા માટે તૈયાર છે. સ્પેસએકસે ભારતમાં બ્રોડબેન્ડ ઓપરેશન્સ શરૂ કરવા માટે કંપની બનાવી છે. સ્પેસએકસના સેટેલાઈટ બ્રોડબેન્ડ આર્મ સ્ટરલિંકની ૨ લાખ એકિટવ ટર્મિનલ્સની સાથે ડિસેમ્બર ૨૦૨૨થી ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજના છે. જોકે સરકારે હજુ પણ તેના માટે કંપનીને પરવાનગી નથી આપી.

સ્પેસએકસમાં સ્ટાલિંકે ભારતમાં ડાયરેકટ સંજય ભાર્ગલના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સ્પેસએકસની હવે ભારતમાં સો ટકા સ્વામિત્વ વાળી કંપની હયાત છે. તેમનું નામ એસએસસીપીએલ-સ્ટારલિંક સેટેલાઈટ કમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ છે. તેનું ગઠન ૧ નવેમ્બર, ૨૦૨૧એ થયું હતું. હવે આપણે લાયસન્સ માટે અરજી કરી શકીએ છીએ અને બેન્ક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દેશના ૧૨ અતિ પછાત જિલ્લાઓમાં પાયલટ સેટેલાઈટ બેસ્ડ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની યોજનામાં છે. સાથે જ કંપની દેશની ૧૦૦ સ્કૂલોમાં બ્રોડબેન્ડ કનેકિટવિટી માટે નીતિ આયોદની સાથે મિળીને કામ કરી રહી છે. તેમાંથી ૨૦ સ્કૂલ દિલ્હીમાં હશે. સ્ટારલિંકનો જોર ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડ સેવાઓ વધારવા પર છે. કનેકશન માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંક ઈન્ટરનેટ માટે પ્રી-બુકિંગ હાલ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગ્લોર માટે થઈ રહી છે.

સ્ટારલિંકનો દાવો છે કે તેને ભારતમાં ૫,૦૦૦થી વધુ-પ્રી ઓર્ડર મળી ચુકયા છે. કંપની તેના માટે કસ્ટમર પાસેથી ૯૯ ડોલર એટલે કે ૭,૩૫૦ રૂપિયા લઈ રહી છે જે સંપૂર્ણ રીતે રિફન્ડેબલ છે. કંપનીનો દાવો છે કે તે બીટા સ્ટેજમાં ૫૦થી ૧૫૦ Mbpsની સ્પીડ આપશે. ટેસ્ટિંગ પુરી થયા બાદ ૩૦૦ Mbps સુધીની સ્પીડ આપવામાં આવશે. મસ્કે એવું પણ કહ્યું છે કે Starlink દ્વારા આખી દુનિયામાં ઈન્ટરનેટ આપવાની પ્લેનિંગ છે

ભારતમાં મસ્કની કંપનીનો મુકાબલો મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો, ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયાથી થશે. સાથે જ ભારતીય ગ્રુપના રોકાણ વાળી વનવેબથી તેની સુધી ટક્કર હશે. રિલાયન્સ જીયો ૫જી લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતમાં અત્યાર સુધી ૬૫ કરોડ ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે જે સરેરાશ ૧૨ GB ડેટા પ્રતિમાહ ઉપયોગ કરે છે. જીયોએ સસ્તી કિંમતો પર ડેટા અને સેવાઓ પ્રદાન કરીને બજારના આકારને વધાર્યો છે. હવે સ્ટારલિંકની આગળથી એક વખત ફરી બજારમાં તહેલકો મચી શકે છે.

(3:59 pm IST)