Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પેટા ચૂંટણી : પં.બંગાળમાં TMCની જીત : રાજસ્થાન - હિમાચલમાં કોંગ્રેસ આગળ

મધ્યપ્રદેશમાં બીજેપી જીત તરફ : બિહારમાં કાંટે કી ટક્કર

નવી દિલ્હી તા. ૨ : દેશના ૧૩ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની ૩૯ વિધાનસભા અને ૩ લોકસભા સીટો પર થયેલી ચુંટણીની મતગણતરી સવારથી જ ચાલુ છે. મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલ, હરિયાણા, આસામ સહિત અનેક રાજ્યોના પરિણામો આવવા લાગ્યા છે. અત્યાર સુધીના પરિણામો મુજબ આસામની બે વિધાનસભા સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપી હરિયાણાની એલનાબાદ સીટ પર ઇનેલો આગળ છે. મધ્યપ્રદેશની દરેક ત્રણ સીટો પર બીજેપી આગળ તેમજ હિમાચલમાં ૨ સીટો પર કોંગ્રેસ અને ૧ સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. પ.બંગાળમાં ચારેય સીટો પર ટીએમસી ફાળે જવાથી કાર્યકર્તાઓ જશ્ન મનાવી રહ્યા છે.

રાજસ્થાનમાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વલ્લભનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિ શકિતવત આગળ ચાલી રહ્યા છે, જયારે ભાજપના હિંમત સિંહ ઝાલા ચોથા નંબરે છે. આ ઉપરાંત ધારિયાવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નાગરાજ પણ આગળ ચાલી રહ્યા છે. તેમની સામે ભાજપના ઉમેદવાર ખેત સિંહ ૧૫,૯૬૦ મતોથી પાછળ છે.

હરિયાણાની એલેનાબાદ વિધાનસભા સીટ પર INLDને મોટી લીડ મળી છે. અભય ચૌટાલા હાલમાં આ સીટ પર ૮,૦૦૦ વોટથી આગળ છે. બીજેપીના ગોવિંદ કાંડા બીજા નંબર પર ચાલી રહ્યા છે. દાદર અને નગર હવેલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે. અપક્ષ સાંસદ કલાબેનના પતિ મોહન ડેલકરના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. આ સીટ પર કલાબેન અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ વોટથી આગળ છે.

કર્ણાટકમાં બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના શરૂઆતી પરિણામોમાં સિન્ડગી સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. જ્યારે હાંગલમાં કોંગ્રેસનો ઉમેદવાર આગળ રહેલા છે.

વાઇએસઆરસીપી આંધ્રપ્રદેશમાં એકલી સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપી ૩ પર અને યુપીપીએલ ૨ પર આગળ છે. બિહારમાં જેડીયુ અને આરજેડીના ફાળે એક-એક સીટ જતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં દરેક ૩ સીટો પર બીજેપી આગળ છે અને કોંગ્રેસ મહારાષ્ટ્રની એક સીટ પર આગળ ચાલી રહી છે.

મેઘાલયમાં એનપીપી અને યુડીપી ૧-૧ સીટ પર આગળ છે. મિઝોરમ નેશનલ ફ્રન્ટ મિઝોરમમાં ૧ સીટ પર તેલંગાણામાં એકલી કોંગ્રેસ રાજસ્થાનમાં બંને સીટો પર અને બીજેપી સીટ પર આગળ ચાલી રહી છે.(૨૧.૪૦)

પેટાચૂંટણી જંગ

 રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ

 પ.બંગાળમાં તૃણમુલનાં ડંકા

 હિમાચલ કોંગ્રેસ આગળ

 બિહારમાં રાજદ આગળ

 મ. પ્રદેશ બે બેઠક પર ભાજપ આગળ

 આસામઃ પાંચેય બેઠક પર એનડીએને સરસાઇ

(4:00 pm IST)