Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગોલ્ડ સ્મગલીંગ કેસ : સોનાની દાણચોરી મામલે UAPA હેઠળ ધરપકડ કરાયેલ સ્વપ્ના સુરેશ સહીત 8 આરોપીઓના જામીન મંજુર : આરોપી દીઠ 25 લાખના બોન્ડ આપવાની શરતે કેરળ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

કેરળ : ગોલ્ડ સ્મગલીંગ કેસમાં સોનાની દાણચોરી મામલે UAPA હેઠળ ધરપકડ કરાયેલ સ્વપ્ના સુરેશ સહીત 8 આરોપીઓના જામીન કેરળ હાઈકોર્ટે મંજુર કર્યા છે.


આરોપી સ્વપ્ના સુરેશ, મોહમ્મદ શફી પી, જલાલ એએમ, રબીન્સ હમીદ, રમીસ કેટી, શરાફુદીન કેટી, મોહમ્મદ અલી અને સરિત પીએસને જામીન આપવામાં આવ્યા હતા.

કેરળ હાઈકોર્ટે મંગળવારે સોનાની દાણચોરીના મામલામાં સ્વપ્ના સુરેશ સહિત આઠ વ્યક્તિઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા નોંધાયેલા કેસોના સંદર્ભમાં જામીન આપ્યા હતા.

જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને સી જયચંદ્રનની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે કોર્ટને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની જોગવાઈઓને આકર્ષે તેવા કોઈ પ્રાથમિક પુરાવા મળ્યા નથી.

આરોપી દીઠ  25 લાખના બોન્ડ તથા બે જામીન આપવાની શરતે કેરળ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. તેઓ તેમનો પાસપોર્ટ, જો તેમની પાસે હોય તો, કસ્ટડીમાંથી મુક્ત થયાના ત્રણ દિવસની અંદર સ્પેશિયલ કોર્ટ સમક્ષ જમા કરાવશે; ઉપરાંત વિશેષ અદાલતની પરવાનગી વિના કેરળ રાજ્ય છોડશે નહીં;

ઉલ્લેખનીય છે કે આ મામલો પ્રથમ 25 મે, 2021 ના રોજ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. અને 25 ઓક્ટોબરના રોજ તેની લાંબી સુનાવણી ન થાય ત્યાં સુધી ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:37 pm IST)