Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાહુલ ગાંધીએ કર્યું વિરાટ કોહલીનું સમર્થન : કહ્યું- આ લોકો નફરતથી ભરેલા છે, તેમને માફ કરી દો, તમે ટીમને બચાવો

પાકિસ્તાન સામે હાર બાદ મોહમ્મદ શમીને નિશાન બનાવાયો ત્યારે પણ રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યુ હતુ.

મુંબઈ :  ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બે હાર બાદ હાહાકાર મચેલો છે. કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર નિશાના પર લેવામાં આવી રહ્યો છે, તેમના પરિવારને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. એવામાં હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન કર્યુ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા વિરાટ કોહલીને અપીલ કરી છે કે આ તમામ લોકો (ટ્રોલર્સ) નફરતથી ભરેલા છે, જેમણે કોઇ પ્રેમ નથી આપતો તેમને માફ કરી દો, તમે ટીમને બચાવો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ્યારે પાકિસ્તાન સામે હાર બાદ મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યુ હતુ. રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ શમીને કહ્યુ હતુ કે આવા નફરતી લોકોને માફ કરી દો કારણ કે તેમણે કોઇ પ્રેમ નથી આપતુ.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી દરેક કોઇના નિશાના પર છે. ખરાબ કેપ્ટન્સી, ટીમના ખરાબ પ્રદર્શનને લઇને તેમણે ઘણુ કઇ કહેવામાં આવી રહ્યુ છે પરંતુ તેનાથી પણ ખરાબ આ છે કે વિરાટ કોહલીની 10 મહિનાની દીકરીને લઇને આપત્તિજનક વાતો કહેવામાં આવી છે.

આ મામલે દિલ્હી મહિલા આયોગે પણ કડક વલણ અપનાવ્યુ છે. DCWએ દિલ્હી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવા, આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે.

(7:30 pm IST)