Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

T-20 વલ્ડ કપ : લો સ્કોરિંગ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું

બાંગ્લાદેશનો 85 રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ 13.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાસિલ કર્યો : કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી

મુંબઈ : T-20 વલ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેરની રોમાંચક મેચમાં આફ્રિકાએ છ વિકેટે બંગ્લાદેશને હરાવી છે. આ જીત સાથે આફ્રિકાની ટીમનો સેમીફાઇનલનો પહોંચવાનો રસ્તો ઘણો રસળ બની ગયો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા માત્ર 85 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સાઉથ આફ્રિકાએ 13.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.

85 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નતીં અને રીઝા હેંડરિક્સ 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા વેન ડુસેને ડિકોકની સાથે મળીને ઈનિંગને સંભાળી હતી. પરંતુ ડિ કોક 16 રન બનાવી આઉટ થયો હતો. પછી કેપ્ટન બાવુમાએ સારી બેટિંગ કરી અને અણનમ 31 રન બનાવ્યા હતા. વેન ડૂસને 22 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલર 5 રન બનાવી અણનમ રહ્યો હતો.

બાંગ્લાદેશની શરૂઆત ધીમી રહી હતી. પરંતુ ચોથી ઓવરમાં રબાડાએ બાંગ્લાદેશને પ્રથમ ઝટકો આપ્યો, જ્યારે મોહમ્મદ નઈમ 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા સૌમ્ય સરકાર અને પછી મુશફિકુર રહીમ શૂન્ય રન પર આઉટ થયા હતા. બાંગ્લાદેશે 24 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

બાંગ્લાદેશ તરફથી મહેદી હસને સર્વાધિક 27 રન બનાવ્યા. આ સિવાય લિટન દાસે 24 અને સમીમ હુસૈને 11 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટીમનો કોઈ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહીં. આફ્રિકા તરફથી કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તબરેઝ શમ્સીને બે અને ડ્વેન પ્રીટોરિયસને એક સફળતા મળી હતી.

(10:12 pm IST)