Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મુંબઈમાં એનસીબીની વધુ એક મોટી કાર્યવાહી : વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોનું હેરોઈન ઝડપાયું

મુંબઈ :  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી NCB એ ડ્રગ્સ સ્મગલરો વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલી NCBએ ફરી એકવાર વિલે પાર્લે વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.

કરોડોની કિંમતનું હેરોઈન જપ્ત કરવાની આ કાર્યવાહીની માહિતી NCB દ્વારા આપવામાં આવી છે. NCB ટીમ દ્વારા આ કેસમાં શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. એનસીબીના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ તપાસ ચાલુ છે.

(11:24 pm IST)