Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ડ્રગ્સ દૂષણ અંગે મને માહિતી આપવા સીધો જ મારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો: હર્ષ સંઘવી

યુવાનોને અપીલ કરતા હર્ષ સંઘવીએ કહ્યું-ડ્રગ્સના નશા/સેવનથી દૂર રહો. અમો ડ્રગ્સ પેડલરને પકડીએ છીએ.

અમદાવાદ :ગુજરાતનું યુવાધન નશાની આડમાં બરબાદીના રવાડે ચઢી રહ્યું હોય તે પ્રકારે, ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનાં જથ્થા ઝડપાયા છે .યુવાઓને આ બર્બાદની લતથી દૂર રહેવા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર ગુજરાતના યુવાનોને અપીલ કરતા કહ્યું છે કે, ડ્રગ્સના નશા/સેવનથી દૂર રહો. તેમણે કહ્યું કે, અમો ડ્રગ્સ પેડલરને પકડીએ છીએ.અને મારી એક-એક વ્યક્તિ પર નજર છે.અમે (પોલીસ વિભાગ) નવ યુવકોને નથી પકડતા પણ પેડલરને પકડીએ છીએ. ડ્રગ્સ દૂષણ અંગે મને માહિતી આપવા સીધો જ મને મારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. રાજ્યના  નવયુવાન બાળકો ને બચાવવા મને જાણ કરી શકો છો. અમે અનેક પોલીસી બદલવા જઈ રહ્યા છીએ.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ રાજ્યના પોલીસ વિભાગના મિત્રોને પણ એક સુચન કરતા કહ્યું કે, કોઈ પણ નાગરિક સાથે વ્યવહાર-વર્તન સારા રાખવા. કોઈ સામાન્ય માણસ /નાગરિકો કોઇ કારણસર માસ્ક ભુલી જાય છે.ત્યારે તેની સામે કાયદેસરની દંડની કામગીરી કરજો ગેરવર્તન ન કરતા

(10:12 pm IST)