Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભારતમાં ડેલ્ટા વેરિએન્ટના કહેર વચ્ચે કોવિશિલ્ડે લોકો માટે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કર્યું : ધ લેન્સેટ

કોવિશિલ્ડ બંને ડોઝ લેનારા લોકો પર 63 ટકા અસરકારક હતું. તે મધ્યમથી ગંભીર રોગોમાં 81% અસરકારક

નવી દિલ્હી : કોરોના વાયરસ સામે ભારતીય રસી કોવિશિલ્ડ વિશે આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કોવિશિલ્ડ વાયરસ એવા સમયે ખૂબ અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટનો કહેર પીક પર હતો.કોવિશિલ્ડે લોકો માટે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કર્યું હતું.

 આંતરરાષ્ટ્રીય તબીબી જર્નલ ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસેસિસમાં આ અભ્યાસના પરિણામો પ્રકાશિત થયેલ છે. આ અભ્યાસ એપ્રિલ-મે 2021ની વચ્ચે ભારતીય સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જ્યારે ડેલ્ટા વેરિએન્ટે દેશમાં વિનાશ વેર્યો હતો.

રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળના સંશોધન અનુસાર, કોવિશિલ્ડ બંને ડોઝ લેનારા લોકો પર 63 ટકા અસરકારક હતું. તે મધ્યમથી ગંભીર રોગોમાં 81% અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું. અભ્યાસ દરમિયાન, સંક્રમણની તુલના 2379 કેસો સાથે કરવામાં આવી હતી
તેમાં જાણવા મળ્યું છે કે રસીનું રોગપ્રતિકારક સંરક્ષણ વિવિધ વેરિઅન્ટ સામે નબળી રોગપ્રતિકારક શક્તિ વળતર આપી શકે છે. તદુપરાંત, આ રસી ગંભીર બીમારીને મધ્યમથી અટકાવે છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર અટકાવે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ અભ્યાસ વાસ્તવિક વિશ્વની રસીઓની અસરકારકતા અંગે વ્યાપક ડેટા પ્રદાન કરે છે.

આ અભ્યાસના પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે કોરોનાનું નવું વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટ અથવા બી.1.1.529એ દસ્તક આપી છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સામે આવેલા આ નવા વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 19 દેશોમાં કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં જ સૌથી વધુ 77 કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેને "ચિંતાનો પ્રકાર" તરીકે નિયુક્ત કર્યો છે. ત્યારથી વિશ્વભરમાં ખતરાની ઘંટડીઓ વાગી રહી છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વૈશ્વિક સ્તરે "ખૂબ જ વધુ" જોખમ સંસ્કરણ છે.

ડબ્લ્યુએચઓ (WHO)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કેટલું સંક્રામક અને જોખમી હોઈ શકે છે તે કહેવું મુશ્કેલ હશે. જોકે ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. ભારતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં ઓમાઇક્રોનનો એક પણ કેસ મળ્યો નથી.

(11:06 pm IST)