Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ખાનગીકરણની શકયતાને લીધે

દેશના બંદરો-ગોદી કામદારોની ૧૫મીથી હડતાલઃ પોર્ટ કાયદાનો વિરોધ

મુંબઈ, તા. ૨ :. મેજર પોર્ટ કાયદાના વિરોધમાં ૧૫ ડિસેમ્બરથી દેશભરના બંદર-ગોદી કામદારો હડતાળ પાડશે. પરિણામે દરીયાઈ માર્ગે થતા માલવહનને માઠી અસર થવાની પૂરેપુરી શકયતા છે.
દેશના મુખ્ય બંદરો અને ગોદી પર ફરજ બજાવતા કામદારો માટે ૩જી નવેમ્બર ૨૦૨૧માં મેજર પોર્ટ ઓથોરિટી એકટ લાગુ કરવામાં આવ્યો છે. આને કારણે ભવિષ્યમાં બંદરો અને ગોદીનું ખાનગીકરણ થઈ શકે એવી શકયતાને લીધે બંદર-ગોદી કામદારોેેએ વિરોધ દર્શાવ્યો છે.
ન્યૂ મેંલ્ગોર ખાતે ગઈ ૧૩મી અને ૧૪મી નવેમ્બરે પાંચેય માન્યતા પ્રાપ્ત બંદર-ગોદી કામદારોના સંગઠનની મીટીંગ યોજાઈ હતી. જેમાં એવોે સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો કે ૧૫મી ડિસેમ્બરથી અથવા તો ત્યાર પછીની કોઈ પણ તારીખથી બેમુદ્દત હડતાળ પાડવામાં આવશે.

 

(10:40 am IST)