Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વાલીઓ ચેતજો...જૂના મોબાઈલને બદલે વાસણ આપવા ઘરમાં આવેલ મહિલા માતાને બેભાન કરી ૩ મહિનાની બાળકીને ઉંપાડી ગઈ

મુંબઈ, તા. ૨ : મુંબઈમાં જૂના મોબાઈલ ફોનના બદલે વાસણ આપવાને બદલે ઘરમાં ઘુસી ત્રણ મહિનાની બાળકીનું અપહરણ કરી નાસી ગયેલી મહિલાને પકડવા કાળાચૌકી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસે બાળકીની શોધખોળ કરી રહી છે. આ બનાવને લીધે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બનાવના મેસેજ સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા.
કાળાચૌકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરબંદર, સંઘર્ષ સદન બિલ્ડીંગમાં રહેતી સપના (ઉં.વ. ૩૬) બપોરે ૧૨.૧૫ વાગ્યે ઘરમાં ત્રણ મહિનાની પુત્રી વેદા સાથે હતી. બાળકી સૂતેલી હતી. તે સમયે ૩૦ થી ૩૫ વર્ષીય અજાણી મહિલા ઘરે આવી હતી. તેણે સપનાને જૂના મોબાઈલ ફોનના બદલે વાસણ આપવાના બહાને વાતોમાં ભોળવી દીધી હતી. જૂનો મોબાઈલ ફોન લેવા સપના અંદરના રૂમમાં ગઈ હતી. તે સમયે મહિલાએ પાછળથી સપના બેભાન થવાની દવા સૂંઘાડી હતી. જેના લીધે સપના બેશુદ્ઘ થઈ ગઈ હતી. પછી તે બાળકીનું અપહરણ કરી રફુચક્કર થઈ ગઈ હતી. આ બાબતે પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસની તપાસ કરી રહી છે.

 

(10:45 am IST)