Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અલીગઢની કોલેજમાં અચાનક ધૂસી ગયો દીપડો : પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં દોડધામ

લગભગ 9 કલાકની ભારે જહેમત બાદ દીપડાનું રેસક્યુ કરાયું

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની એક કોલેજમાં દીપડો ઘૂસી જતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ બહાર ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન દીપડાએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જોકે, આગ્રાના વન વિભાગ અને વન્યજીવ ટીમે  દીપડાને પકડવા માટે સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા મોટી દૂર્ધટના ટળી હતી.લગભગ 9 કલાકની જહેમત બાદ દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.

આ ઘટના અલીગઢ જિલ્લાના ચૌરા શહેરની ચૌધરી નિહાલ સિંહ ઈન્ટર કોલેજની છે. પોલીસના જણાવ્યા મુજબ  આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું નામ લખીરાજ છે. તેણે પોલીસને જણાવ્યું હતુ કે, હું વર્ગમાં દાખલ થયો કે તરત જ મેં જોયું કે દીપડો ત્યાં બેઠો હતો. હું પાછો ફર્યો કે તરત જ તેણે મારા પર હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે, આ હુમલામાં વિદ્યાર્થીને પીઠ અને તેના હાથ પર ઘણી ઇજાઓ છે

(11:09 am IST)