Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત: તંત્રમાં દોડધામ

ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી અત્યાર સુધીમાં કુલ 1000 મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા :જેમાંથી 466 મુંબઈના

મુંબઈ : દક્ષિણ આફ્રિકા સહીત અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ 3 પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં વિદેશથી આવેલા સંક્રમિત પ્રવાસીઓની સંખ્યા હવે વધીને 4 થઈ ગઈ છે. તમામને સારવાર માટે હાલ મરોલની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના કુલ 1000 મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેમાંથી 466 મુંબઈના છે. જેમનુ પરીક્ષણ કરવામાં આવતા વધુ 3 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં સંક્રમિતની કુલ સંખ્યા 9 પર પહોંચી છે. હાલ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

કોરોનાના નવા વેરિયન્ટના જોખમને પગલે, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જોખમ વાળા દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ફરજિયાત કર્યા છે,સાથે જ 14 દિવસ સુધી સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રાખવા આદેશ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, હોમ ક્વોરોન્ટાઈને પણ હાલ મંજુરી આપવામાં આવી નથી.જેથી પ્રવાસીઓએ ફરજિયાત 14 દિવસ સુધી સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.

(11:20 am IST)