Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મુંબઈ માટે ઓમિક્રોન ખતરાની ઘંટી : પખવાડીયુ કટોકટીવાળુ

વિદેશ પ્રવાસીઓને કવોરન્ટાઈન કરવા વ્યવસ્થા કરાઈ : દરરોજ ૫૦ હજાર ટેસ્ટ કરવા કમિશ્નરનો આદેશ

મુંબઈ, તા. ૨ :. કોઈપણ વાયરસનો ઈન્કયુબેશન પીરીયડ ૨૧ દિવસનો હોય છે. તેથી મુંબઈમાં આગામી ૧૫ દિવસ કોવિડ ફેલાવવાની પ્રગતિ વિદેશી પ્રવાસીઓમાં જોવા મળશે. ત્યાં સુધી વિદેશથી આવતા પ્રવાસીઓના નમૂના તપાસવામાં આવશે.

કોવિડ પોઝીટીવ હોય એવા વિદેશી પ્રવાસીઓના નમૂના જીનોમ સિકવેન્સિંગ માટે મોકલવામાં આવે છે જેનો અહેવાલ તબક્કાવાર આપશે. આથી આગામી ૧૫ દિવસ માટે કસોટી છે. ઓમિક્રોન વેરિયન્ટના લીધે નિયમોનો કડક અમલ કરવાની શરૂઆત કરાઈ છે. મુંબઈમાં હજી ઓમિક્રોન સંસર્ગિત દર્દી નોંધાયો નથી. એમ કાકાણીએ જણાવ્યુ હતુ. તપાસ અને નમૂનાનું નિદાન અંગેનો અહેવાલ આગામી ૧૫ દિવસમાં મળશે એટલે આ દિવસો મહત્વના હશે એમ કાકાણીએ જણાવ્યુ હતું. પ્રવાસીઓ કવોરન્ટાઈન કરવા માટે પાલિકાને ફાઈવ સ્ટાર હોટેલની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે અધિકારીઓને દૈનિક ૫૦ હજાર ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, બોત્સવાના, મોઝાંબિક અને અમુક મધ્ય પૂર્વ અને યુરોપી દેશોનો સમાવેશ ધરાવતા ઓમિક્રોનના અસરગ્રસ્ત દેશોથી આવેલા લોકોના નમૂના એકઠા કરવાનું કહેવામાં આવ્યુ છે.

(11:31 am IST)