Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અયોધ્યામાં વિહીપ દ્વારા ૬ ડિસેમ્બરે વિશેષ કાર્યક્રમ નહીં યોજાય

૧૯૯ર થી ઉજવાય છે શૌર્ય દિવસ

અયોધ્યા તા. રઃ વિહીપ દ્વારા આ વર્ષે ૬ ડીસેમ્બરે કોઇ મોટો કાર્યક્રમ અયોધ્યામાં નહીં યોજાય. ૧૯૯ર ની ૬ ડિસેમ્બર અયોધ્યામાં કાર સેવકોની ભીડે બાબરી મસ્જીદ ધ્વંશ કરી હતી અને ત્યારથી વિહીપ શૌર્ય દિવસ મનાવે છે.

વિહીપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવેલ કે કેટલીક સ્થિતિ નિયમિત થઇ ગઇ છે અને તેને વધારાનો તમાશો બનાવાની જરૂર નથી. અયોધ્યામાં વિહીપના પ્રવકતા શરદ શર્માએ જણાવેલ કે આ અવસરે લોકોને માટીના દીવડા પ્રગટાવવા અપીલ કરાશે.

યુપીમાં વિકાસ રાજનીતીક રૂપથી મહત્વનો છે. ભાજપ રાજયમાં રામ મંદિરના નિર્માણને વાયદાની પૂર્તિના રૂપમાં રજુ કરવાની માંગ કરી રહી છે, જયાં આવતા કેટલાક મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે.

(12:32 pm IST)