Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

શનિવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે ચક્રવાતી તોફાન 'જવાદ':રેલવેએ ૯૫ ટ્રેનો રદ કરી

ચક્રવાતને કારણે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઃ ઓડિશાના તટીય જિલ્લામાં ૩ ડિસેમ્બરથી વરસાદની શકયતા

નવી દિલ્હી,તા.૨: હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'જવાદ'ના આગમન માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં ૧૨ કલાકમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. ૨ ડિસેમ્બરે, તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જે ૪ ડિસેમ્બરની સવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ચક્રવાતને કારણે દક્ષિણ બંગાળના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે ખેડૂતોને ચેતવણી જારી કરી છે કે ખેતરોમાં પડેલી મકાઈને કાપવાના નિર્દેશ આપ્યા છે, કારણ કે ભારે વરસાદથી પાકને વધુ નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાનની અસર છત્ત્।ીસગઢ પર પણ પડી શકે છે.

બીજી તરફ, IMDના મૃત્યુંજય મહાપાત્રાએ ઓડિશાના તટીય જિલ્લામાં ૩ ડિસેમ્બરથી વરસાદની માહિતી આપી છે. તેમણે દરિયામાં જતા તમામ માછીમારોને ૨ ડિસેમ્બર સુધીમાં પરત આવવા અનુરોધ કર્યો છે. તે જ સમયે, ચક્રવાત શ્નજાવાદલૃના ખતરાને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ સાવચેતીના પગલા તરીકે અને મુસાફરોની સુરક્ષા માટે દ્યણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો ૩જી અને ૪થી ડિસેમ્બર માટે રદ કરવામાં આવી.

(3:39 pm IST)