Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

બાબા વિશ્વનાથના દર્શનની વ્યવસ્થામાં કરાયો ફેરફાર

૧૩ ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણઃ એક મહિના સુધી કાશીમાં થશે સાંસ્કૃતિક કાર્યક્રમ

નવીદિલ્હીઃ શ્રદ્ધાળુઓ માટે ૨૯ અને ૩૦ નંબરના બાબાનું દરબાર સવારે ૬ થી સાંજના ૬ કલાક સુધી બંધ રહેશે. ૧ ડિસેમ્બરના પણ ૨૪ કલાક માટે દરબારના કપાચ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.  હકિકતમાં ૧૩ ડિસેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ કાશીના લોકોને પ્રસ્તાવિક કાશી વિશ્વનાથ ધામ કોરિ઼ડોર સમર્પિત કરશે. તે ધ્યાનમાં રાખતા ૧૦ ડિસેમ્બર સુધી કાર્ય પુરૃં કરવામાં આવશે. એટલા માટે સાજ સજાવટ માટે ૧ ડિસેમ્બર સુધી કપાટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્ય કાર્યપાલક અધિકારી સુનિલ વર્માએ આ અંગે કહ્યું કે, ૨૯ અને ૩૦ નવેમ્બર સવારે ૬ થી સાંજના ૬ કલાક સુધી મંદિરમાં દર્શન માટે રોક વગાવી હતી. અને ૧ ડિસેમ્બરના ૨૪ કલાક સામાન્ય શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા. જેથી મંદિર પરિષરમાં જે માર્બલ લગાડવામાં આવી રહ્યો છે તેની સફાઈ થઈ શકે અને બાકીના નાના મોટા કાર્ય છે તેમને પૂરા કરવામાં આવે.

કાશીમાં ત્રણ દિવસ રોાકાશે મોદી

પ્રધાનમંત્રી મોદી પોતાના ડ્રીમ પ્રોજેકટ કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ કરવા ૧૩ ડિસેમ્બરના વારાણસી આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ એક મહિનો એટલે કે ૧૩ ડિસેમ્બરથી મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી સુધી બનારસમાં મોટા સ્તર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ૧૩ના કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યા બાદ તેઓ ત્યાં જ  રાત્રી વિશ્રામ કરશે. તેઓ બરેકા અતિથિ ગૃહમાં જ રોકાશે. તેને જોતા અતિથિ ગૃહને નવા પ્રકારે સજાવવામાં આવી રહ્યું છે. ૧૫ ડિસેમ્બરના સમગ્ર દેશમાં ૨૦૦ મહાપૌરના સંમેલ્લનમાં સામેલ થશે. મહાપૌર સંમેલ્લનમાં પીએમ મોદી પોત-પોતના શહેરોમાં ઔતિહાસિક ધરોહરોના સંરક્ષણની દિશામાં વધારવામાં આવેલ પગલા અંગે ચર્ચા કરશે.

(3:39 pm IST)