Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આ પેન્સિલ તમારે એક વાર તો ચાખવી જ પડશે

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પેસ્ટ્રી શેફ અમૌરી ગુઇચોને એક વિડિયો પોસ્ટ કર્યો

મુંબઇ, તા.૨: ઇન્ટરનેટ આજકાલ ખાવાની ડિશથી ભર્યું પડ્યું છે. કોઈ મેગીની ફ્યુઝન ડિશ બનાવે છે તો કોઈ રસગુલ્લાની સાથે સહન ન થાય એવાં ચેડાં કરે છે તો પછી બેકર્સ કેમ પાછળ રહી જાય? જોકે એવું નથી કે બેકર્સે ખાવાની વાનગીઓમાં હાથ સાફ ન કર્યો હોય. તેઓ બેકિંગ કરીને અવનવી ચીજો તૈયાર કરે છે જે સામાન્યપણે આપણા રોજબરોજના જીવન સાથે વણાયેલી હોય. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પેસ્ટ્રી શેફ અમૌરી ગુઇચોને એક વિડિયો પોસ્ટ કર્યો છે. વિડિયો લેમનપાઈ પેન્સિલનો છે. આ વિડિયોમાં પેન્સિલ બનાવવાની આખી રીત દર્શાવવામાં આવી છે. ૧૨ કલાક પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૨.૭ લાખ લાઇકસ મળ્યા છે તેમ જ અસંખ્ય કમેન્ટ્સ મળી છે.

(3:43 pm IST)