Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધી જતાં હોટેલ અને સ્ટ્રીટ-ફૂડ થશે મોંઘું

હવે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૨૦૫૦ રૂપિયા ચૂકવવા પડશે

મુંબઈ, તા.૨:ગઈકાલે પહેલી ડિસેમ્બરથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એથી હવે હોટેલ અને સ્ટ્રીટ-ફૂડની ડિશના ભાવમાં પણ વધારો થઈ શકે છે. હવે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૨૦૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

મુંબઈની પાકાં મકાનોમાં આવેલી મોટા ભાગની હોટેલોમાં પાઇપ્ડ ગેસ છે, પણ ચાલીઓમાં અને છૂટક હોટેલોમાં હજી પણ રાંધણગેસ માટે કમર્શિયલ સિલિન્ડર વપરાય છે. એ જ રીતે ચાની દુકાન, વડાપાંઉ, સેન્ડવિચ, તવા પુલાવ-પાંઉભાજી, પીત્ઝા અને ચાઇનીઝની અને અન્ય આઇટમોની લારીવાળા પણ સિલિન્ડર જ વાપરે છે. તેમની રોજેરોજ એકથી બે સિલિન્ડરની ખપત હોય છે. એના ભાવમાં વધારો થતાં હવે તેઓ તેમની ડિશના ભાવ પણ વધારી શકે છે. છેલ્લા અઢીથી ત્રણ મહિનામાં કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો વધારો ઝીંકી દવાયો છે.

ફેબ્રુઆરી પછી ગમે ત્યારે મુંબઈ સુધરાઈની ચૂંટણીઓ છે એટલે લોકોને રાહત આપવા ગઙ્ખસ સિલિન્ડરના ભાવ ઓછા થાય એવી શકયતા હતી. એને બદલે ભાવમાં વધારો થતાં ખાણી-પીણીના નાના-મોટા ધંધાવાળા અનેક લોકોના બજેટમાં વધારો થવાનો છે.

(3:44 pm IST)