Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાહુલ ગાંધીએ આપ્યો આદેશ

જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

દ્યણાબધા નેતા પ્રમુખ પદની દાવેદારીમાંથી નીકળી ગયા છે અને હવે હાઇકમાન્ડને વરણી કરવામા સરળતા રહેશે

નવી દિલ્હી, તા.૨: ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે,કોંગ્રેસમાં આજે પણ જૂથબંધી માથાનો દુખાવો છે,પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે ,છેલ્લા દ્યણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ અગ્રેસર છે,જેના અતર્ગત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મોટો આદેશ આપ્યો છે  કે જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી લડી શકશે નહી. આ આદેશ આલતાં જ દ્યણાબધા નેતા પ્રમુખ પદની દાવેદારીમાંથી નીકળી ગયા છે અને હવે હાઇકમાન્ડને વરણી કરવામા સરળતા રહેશે.

હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં  દિગ્ગજ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને દિપક બાબરીયાના નામ  ટોપ પર ચાલી રહ્યા છે.આ આદેશ અતર્ગત દિપક બાબરીયા ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી છે,હાલ જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા છે,તેમની આ મુલાકાત કારગત સાબિત થઇ શકે છે તેમની બેઠક હાઇકમાન્ડ સાથે છે,જયારે દિલ્હીમાં નેતાઓને મળીને આજે ભરત સોલંકી પરત ફર્યા હતા.આ રેસમાં દિપક બાબરિયાનું નામ આવતા કોંગ્રેસમાં ચહલપહલ વધી ગઇ છે.

(4:20 pm IST)