Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પોલીસ અધિકારીઓનો પ્રથમ કર્તવ્ય આરોપીઓ બચે નહિં, નિર્દોષને સજા મળે નહીં: ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષને પ્રશિશુ IPS અધિકારીઓને આપ્યો સફળતાનો મંત્ર

નવીદિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ  IPS અધિકારીઓને મંત્ર આપ્યો કે તેમનો પ્રથમ કર્તવ્ય એ છે કે, ગુનેગાર કાનૂનના હાથોમાંથી બચે નહીં અને નિર્દોષને સજા મળે નહીં. બિરલાએ સંસદ ભવનમાં પ્રશિક્ષુ IPSના એપ્રિશિએશન પ્રોગ્રામમાં કહ્યું કે, લાંબા કેરિયરમાં તમને અનેક પડકારરૂપ સ્થિતિઓથી પસાર થવું પડશે. સુનિશ્ચિત કરો કે સમાજના અંતિમ વ્યકિત સુધી ન્યાય પહોંચે. આંતરિક સુરક્ષા માટે જવાબદાર અધિકારી તરીકે માનવ જીવન, ગૌરવ અને માનવાધિકારોની રક્ષાની જવાબદારી તમારા પર છે. કાયદા વ્યવસ્થા જેટલી વધુ સારી હશે, શાશન એટલું જ સારું કાર્ય કરી શકશે. આ કાર્યક્રમ સંસદની સંસ્થા પ્રાઈડને આયોજિત કરી.

બિરલાએ કહ્યું કે, અધિકારી સમગ્ર સિસ્ટમની છબી બદલી શકે છે. તેને ન્યાયપ્રીય અને જનપ્રતિનિધિઓ સાથે સતત સંવાદ કરનાર હોવો જોઈએ. સમાજનો વિશ્વાસ જીતીને જ અધિકારી વધુ સફળ અને લોકપ્રિય થઈ શકે છે. તેમણે પ્રશિક્ષુ પોલિસ અધિકારીઓને ટેક-ફ્રેંડલી થવાનો સુઝાવ આપ્યો.

(4:20 pm IST)