Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દક્ષિણ કોરિયામાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે પોતાના ગાલ પર રોજ 50 થપ્પડ ખાય છે

સ્લેપ થેરપીનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે: કહેવાય છે કે આ થેરપીથી ત્વચામાં નિખાર આવે છે અને મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર થઈ જાય છે

નવી દિલ્હી: દુનિયાભરમાં સુંદરતા વધારવા માટે જાત જાતના નુસ્ખા અજમાવવામાં આવતા હોય છે. શું તમે જાણો છો કે સુંદરતા વધારવા માટે દુનિયામાં એક ખુબ જ અજીબોગરીબ થેરપી પ્રચલિત છે. જેમાં લાફો મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે. આ સ્લેપ થેરપીના નામથી ઓળખાય છે. જે દક્ષિણ કોરિયામાં ખુબ પ્રચલિત છે.

સ્લેપ થેરપીનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે પોતાના ગાલ પર રોજ 50 થપ્પડ ખાય છે. કહેવાય છે કે આ થેરપીથી ત્વચામાં નિખાર આવે છે અને મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર થઈ જાય છે.

દક્ષિણ કોરિયામાં પ્રાચીનકાળથી પ્રચલિત

જો કે સ્લેપ થેરપીનો અર્થ એ નથી કે કોઈને જોરદાર થપ્પડ મારો. તેમાં ખુબ જ આરામથી અને હળવા હાથે ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. આ થેરપીનો ઉપયોગ મહિલાઓ સ્વયં પોતાના હાથેથી પણ કરી શકે છે. સમજી લો કે તમારે તમારા હાથથી તમારા બંને ગાલને જોરથી થપથપાવાના રહેશે. ભલે આ થેરપી દક્ષિણ કોરિયામાં પ્રાચીનકાળથી પ્રચલિત છે પરંતુ ધીરે ધીરે સમગ્ર દુનિયામાં આ થેરપી ફેલાઈ રહી છે.

સાઉથ કોરિયાના લોકો માને છે કે આ થેરપી દ્વારા જ્યારે ગાલો પર હળવા થપ્પડ લગાવવામાં આવે તો ચહેરાના પ્રત્યેક ભાગમાં બ્લડનો ફ્લો તેજ થઈ જાય છે. તેનાથી સ્કિનને સાફ કરવામાં મદદ મળે છે. થપ્પડ ખાવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. તેનાથી ચહેરો ગ્લો કરવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયાની મહિલાઓ આ થેરપીનો ઉપયોગ દરરોજ કરતી હોય છે.

પુરુષો પણ કરે છે આ થેરપીનો ઉપયોગ

બાળપણથી જ કોરિયાની મહિલાઓ આ થેરપીનો ઉપયોગ કરવા લાગે છે. આથી મોટા થઈને પણ તેમની સ્કિન એટલી જ ગ્લો કરતી રહે છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ આ થેરપીનો ઉપયોગ કરે છે. કોરિયાના લોકોનું માનવું છે કે આ થેરપીના યોગ્ય ઉપયોગથી ત્વચાને લાંબા સમય સુધી યુવાઓ જેવી ત્વચા રાખી શકાય છે. આ કારણે તેને એન્ટી એજિંગ થેરપી પણ કહે છે.

(5:18 pm IST)