Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત: દાદરાનગર હવેલી અને દીવ-દમણમાં નાઈટ કરફ્યુ

31 ડિસેમ્બરે યોજાનારી થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ પર મોટો સવાલ ઉભો થયો

દેશમાં જ્યાં એક તરફ કોરોના મહામારી માંડ ધીમી પડી છે અને ત્રીજી લહેરનો ખતરો લગભગ ખતમ થઇ ચુક્યો છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા અને અતિજોખમી એવા ઓમિક્રોન વેરિયન્ટથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, હવે દેશમાં પણ ઓમિક્રોન વેરિયન્ટએ દસ્તક કરી દીધી છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા છે જેને લઈને દેશમાં પણ હવે દહેશતનો માહોલ ઉભો થયો છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સંઘ પ્રદેશથી આવી રહ્યા છે.સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દીવ દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશોમાં આગામી 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નાઈટ કરફ્યુ રાત્રીના 11ટી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. સંઘ પ્રદેશોમાં લગાવવામાં આવેલ નાઈટ કરફ્યુને લઈને હવે આગામી 31 ડિસેમ્બરે યોજાનારી થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ પર મોટો સવાલ ઉભો થયો છે.

(12:24 am IST)