Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પક્ષીનો કોઈ માળો લઈ ગયો પરંતુ તેની સામે એક ખુલ્લું આકાશ જરૂર છે: રવીશકુમારનો આત્મવિશ્વાસ

 તેમણે કહ્યું - જનતાને ચવન્ની સમજનારાઓ જગત શેઠ દરેક દેશમાં છે, આ દેશમાં પણ છે. તેઓ દાવો કરે કે તમારા સુધી સાચી સૂચનાઓ પહોંચાડવા માંગે છે

નવી દિલ્હી :ભારતની જાણીતી ટીવી ચેનલ એનડીટીવી રાજીનામું આપ્યા પછી વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી એક વીડિયો સંદેશ આપ્યો છે.

વીડિયોમાં તેમણે કહ્યું, “ભારતમાં પત્રકારિતાનું સુવર્ણ યુગ ક્યારેય હતો જ નહીં પરંતુ આજની જેમ ભસ્મ યુગ પણ નહતો, જેમાં પત્રકારિતા વ્યવસાયની દરેક સારી વાતને ભસ્મ (નષ્ટ) કરવામાં આવી રહી છે.”

મીડિયાની વર્તમાન સ્થિતિની ટીકા કરતાં તેમણે કહ્યું, “ગોદી મીડિયા અને સરકાર પણ પત્રકારિતાનો પોતાનો અર્થ તમારા પર થોપવા ઈચ્છે છે. આ સમયે પોતાની સંસ્થાને લઈને કંઇ વધારે કહીશ નહીં કેમ કે ભાવુકતામાં તમે તટસ્થ રહી શકતા નથી. એનડીટીવીમાં 26-27 વર્ષ પસાર કર્યા છે. એનડીટીવી સાથે અનેક શાનદાર યાદો છે, જે હવે સ્ટોરીઓ સંભળાવવા માટે કામ આવશે.”

“મને બધા પાસેથી કંઇકને કંઇક મળ્યું છે. હું બધા જ લોકોનો આભારી છું. એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને અન્યોને છોડવા ન્યાય થશે નહીં.

એનડીટીવીમાં તેમની શરૂઆતનો ઉલ્લેખ કરતા, રવીશ કુમારે કહ્યું કે તેઓ ઔપચારિક રીતે ઓગસ્ટ 1996માં એનડીટીવીમાં અનુવાદક તરીકે જોડાયા હતા, પરંતુ તે પહેલાં તેમણે લાંબા સમય સુધી પત્રોનું વર્ગીકરણ કરવાનું કામ કર્યું હતું.

તેમણે જણાવ્યું, “હું તમારા વચ્ચે ગયો તો ઘરે પરત ફર્યો નહીં. હું પોતે પોતાના પાસે રહ્યો નહીં. કદાચ હવે થોડો સમય મળશે પોતાના સાથે રહેવાનો. આજની સંધ્યા એવી છે, જ્યાં પક્ષીને પોતાનો માળો નજર આવી રહ્યો નથીં. કદાચ કોઈ તેનો માળો લઈ ગયો પરંતુ તેની સામે એક ખુલ્લો આકાશ જરૂર નજરે આવી રહ્યો છે.”

હું તેમના જેવો નથી જે ચાની વાત કરે છે અને વિમાનમાંથી ઉતરે (ફરે) છે

તેમને કહ્યું, ભલે તેમને પત્રોને અલગ પાડવાનું કામ કર્યું પરંતુ તેમના માટે સહાનુભૂતિ રાખવામાં આવે નહીં કેમ કે હું તેમના જેવો નથી જે વાત કરે છે ચા વેચવાની અને ઉતરતે હે વિમાનોમાંથી. પોતાના સંઘર્ષોને મહાન બતાવવા માટે હું તેવું કરી શકું નહીં.

તેમણે કહ્યું, “મારા આગળ દુનિયા બદલાતી રહી, હું ટેસ્ટ મેચના ખેલાડીની જેમ ટકી રહ્યો. પર હવે કોઇએ મેચ જ ખત્મ કરી દીધી. આને ટી-20માં બદલી દીધી. જનતાને ચવન્ની સમજનારાઓ જગત શેઠ દરેક દેશમાં છે, આ દેશમાં પણ છે. તેઓ દાવો કરે કે તમારા સુધી સાચી સૂચનાઓ પહોંચાડવા માંગે છે, તો તેનો અર્થ છે કે પોતાના ખિસ્સામાં ડોલર રાખીને તેઓ તમારા ખિસ્સામાં ચારઆના નાંખવા માંગે છે.”

“પત્રકાર એક સમાચાર લખી દે તો જગતસેઠ કેસ કરી દે છે અને પછી સત્સંગમાં જઇને પ્રવચન આપે છે કે તેઓ પત્રકારોનું ભલું ઈચ્છે છે. તમે દર્શક એટલું તો સમજતા જ હશો.”

રવિશ કુમારે બુધવારે એનડીટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રણય રોય અને રાધિકા રોયે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યાના એક દિવસ બાદ રવીશ કુમારનું રાજીનામું આવ્યું.

અદાણી ગ્રૂપ દ્વારા NDTVને ટેક ઓવર કરવાની પ્રયત્નો વચ્ચે રવીશ કુમારે રાજીનામું આપ્યું છે.

(12:00 am IST)