Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

KCRની પુત્રીએ કર્યો આકરો પ્રહાર :કહ્યું - ચૂંટણીવાળા રાજ્યોમાં પીએમ મોદી પહેલા તો ED પહોંચી જાય છે

તેમણે કહ્યું - ભાજપ તેલંગાણામાં પણ ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે અને ED થકી ડરાવવાનો પ્રયાસ કરી રહી છે

નવી દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રિમાન્ડ રિપોર્ટમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાનું નામ સામે આવ્યા બાદ ભાજપ અને TRS વચ્ચે ફરી એકવાર શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

ટીઆરએસ એમએલસી કવિતાએ 1 ડિસેમ્બરે હૈદરાબાદમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશમાં 8 વર્ષ પહેલા મોદી સરકાર આવી હતી.આ 8 વર્ષમાં લગભગ 9 રાજ્યોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છે. તેમને તોડી પાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર રચાઈ. દેશના બાળકો પણ જાણે છે કે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી થવાની હોય છે ત્યારે મોદીજી પહેલા ED ત્યાં પહોંચી જાય છે.

અસલમાં બુધવારે EDએ દિલ્હી દારૂ કૌભાંડને લગતા તેના રિમાન્ડ રિપોર્ટમાં TRS MLC કે. કવિતાનું નામ હતું. સાઉથ ગ્રૂપના સભ્યોમાંથી એક તરીકે કવિતાનું નામ EDના રિપોર્ટમાં સામે આવ્યું છે.

ટીઆરએસ નેતા કવિતાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું, “સરકાર ભલે અમને જેલના સળિયા પાછળ ધકેલી દે, પરંતુ અમે લોકો માટે કામ કરતા રહીશું અને ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરીશું. તેલંગાણામાં ટીઆરએસ સરકાર સરળતાથી ચાલી રહી છે.” કવિતાએ ભાજપ પર તેલંગાણા સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “ભાજપ તેલંગાણામાં પણ ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે અને ED થકી ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. આવતા વર્ષે ચૂંટણી છે અને ED PM પહેલાં રાજ્યમાં આવી છે. અમે તેમનું સ્વાગત કર્યું છે અને અમે તેમને સહકાર આપીશું. દેશના દરેક બાળકને ખબર છે ED શું કરે છે?”

(9:50 pm IST)