Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નવેમ્‍બરમાં વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ : ઉદ્યોગ માટે સૌથી સારો મહિનો

મારૂતિ સુઝુકી ઇન્‍ડિયા, હુન્‍ડાઈ, ટાટામોટર્સᅠઅને મહિન્‍દ્રાનુંᅠવેચાણ ડબલ અંકોમાં વધ્‍યું

નવી દિલ્‍હી તા. ૨ : નવેમ્‍બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્‍યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ થયું હતું. મારુતિ સુઝુકી ઈન્‍ડિયા, હ્યુન્‍ડાઈ, ટાટા મોટર્સ અને મહિન્‍દ્રાનું વેચાણ બે આંકડામાં વધ્‍યું છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિનું જથ્‍થાબંધ વેચાણ ૧૪ ટકા વધીને ૧,૫૯,૦૪૪ યુનિટ થયું છે. સ્‍થાનિક બજારમાં કંપનીએ ૧,૩૯,૩૦૬ વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા નવેમ્‍બરમાં વેચાયેલા ૧,૧૭,૭૯૧ એકમોથી ૧૮ ટકા વધુ હતું.

આ સમયગાળા દરમિયાન હ્યુન્‍ડાઈ મોટર ઈન્‍ડિયાનું કુલ વેચાણ ૩૬ ટકા વધીને ૬૪,૦૦૪ યુનિટ થયું છે. સ્‍થાનિક બજારમાં વેચાણ ૩૦ ટકા વધીને ૪૮,૦૦૩ યુનિટ થયું છે. તે જ સમયે, ટાટા મોટર્સના વાહનોનું વેચાણ ૨૧ ટકા વધીને ૭૫,૪૭૮ યુનિટ્‍સ પર પહોંચી ગયું છે. મારૂતિનું વેચાણ ૧૪ ટકા, હ્યુન્‍ડાઈ ૩૬ અને ટાટા મોટર્સનું વેચાણ ૨૧ ટકા વધ્‍યું છે.

મળતી માહિતી મુજબ તહેવારોની સિઝન હોવા છતાં ટુ-વ્‍હીલરના વેચાણની દૃષ્ટિએ છેલ્લો મહિનો ખાસ રહ્યો ન હતો. TVS મોટર કંપનીના ટુ-વ્‍હીલરનું વેચાણ નવેમ્‍બરમાં ૨ ટકા વધીને ૨,૭૭,૧૨૩ યુનિટ થયું છે. નવેમ્‍બર ૨૦૨૧માં વેચાણનો આંકડો ૨,૭૨,૬૯૩ હતો. જોકે, બજાજ ઓટોનું વેચાણ ૩,૭૯,૨૭૬ યુનિટથી ૧૯ ટકા ઘટીને ૩,૦૬,૫૫૨ યુનિટ થયું છે.

કોમર્શિયલ વાહનોમાં વૃદ્ધિઃ અશોક લેલેન્‍ડના કોમર્શિયલ વાહનોનું વેચાણ નવેમ્‍બરમાં ૩૯ ટકા વધીને ૧૪,૫૬૧ યુનિટ થયું હતું. VE કોમર્શિયલ વ્‍હિકલ્‍સના વાહનોનું વેચાણ ૨૦ ટકા વધીને ૪,૯૦૩ યુનિટ થયું છે

(11:46 am IST)